________________
१८
નીક વહાવતા સાધકને માટે અમર જીવનનો મોલ લહેરાતો કરે, તેનું ખળું સભરે ભરે.
આત્મજ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય અને આત્મજ્ઞાની કેવો હોય તેની સુરેખ અને સજીવ છબી મુનિશ્રીએ દોરી આપી છે. અને આ નિરૂપણ પર શગ ચડાવતી વસ્તુ તો તેમનું ભક્તિનમ્ર સમર્પણ છે. એક જૈન મુનિ હોવા છતાં તેમણે આ પુસ્તકનું અર્પણ શ્રી રમણ મહર્ષિને કર્યું છે એ ઘણી માર્મિક વાત કહી જાય છે અથવા એમ કહેવું વધારે સંયુક્ત છે કે એક સાચા જૈન મુનિ હોવાથી જ તેઓશ્રી આવું અર્પણ કરી શક્યા છે. આપણે ત્યાં સાસ્ત્ર, સગુરુ, સસંપ્રદાય અને સદેવનો મહિમા ઘણો છે. પણ પછી “મારું જ શાસ્ત્ર, મારા જ ગુરુ, મારો જ સંપ્રદાય, અને મારા જ દેવ તે સત્ અને બીજા બધા અસ” એવી સંકુચિતતા અને દુરાગ્રહ પેસે છે. ‘મારું સત્ય’ કહીએ ત્યારે આપણે સત્યને મારાપણાની દીવાલોમાં બાંધી દઈએ છીએ. પણ સત્ય તો ક્યાંયે બંધાય એવું નથી. ‘મારું સત્ય' કહેવાને બદલે ‘સત્યનો હું' એમ કહીએ તો સત્યમાં આપણો ક્ષુદ્ર હું ઓગળી જઈને પોતાના મૂળ સ્વરૂપમાં વિસ્તાર પામી શકે. આમ નિબંધ સત્યની આરાધના અહીં પગલે પગલે આગળ વધતી દેખાય છે અને આપણી સામે, અંદર તેમજ બહારની ક્ષિતિજ વિકસતી આવે છે.
કહે છે કે શ્રી રમણ મહર્ષિ મૌન દ્વારા ઉપદેશ આપતા. આ પુસ્તકને પ્રારંભે તેમની જે મૌનવાણી સંભળાઈ રહી છે તે સર્વ શબ્દોને અંતે રહેલા એકત્વની ઝાંખી કરાવતી રહેશે.
૩૧ માર્ચ, ૧૯૭૬ શ્રીમદ્ રાજચન્દ્ર જન્મભવન, વિવાણિયા.
મકરન્દ દવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org