________________
મનની વાત
‘ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે' વગેરે પંક્તિઓમાં વ્યક્ત થતી ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજની મનોવ્યથા વાંચતાં-સાંભળતાં આત્માર્થીને એ જિજ્ઞાસા થવી સહજ છે કે સંઘમાં પુષ્કળ ધર્મપ્રવૃત્તિ ચાલતી હોવા છતાં, જેની ઊણપના કારણે તેમના જેવા પ્રબુદ્ધ ધર્મનાયક આટલા વ્યથિત હતા તે ‘જ્ઞાનમારગ’ શું છે? એ જ રીતે વ્રત, નિયમ, સંયમ, તપ, ત્યાગ અને તિતિક્ષાના વાતાવરણમાં ઊછરતો વિમર્શશીલ સાધક સાંભળે કે
“ક્ષણ અર્ધું જે અઘ ટળે, ન ટળે ભવની કોડી રે;
તપસ્યા કરતાં અતિ ઘણી, નહિ જ્ઞાન તણી છે જોડી રે.
ઉપા. યશોવિજયજી, શ્રીપાળરાસ, ખંડ ૪, ઢાળ ૭, ગાથા ૩૮.
ત્યારે એના મનમાં પ્રશ્ન ઊઠે છે કે આરાધનાનું હાર્દ શું? ત્યાગ, તપ, તિતિક્ષા કે જ્ઞાન ? અને, જ્ઞાનની પ્રશસ્તિ ગાતાં શાસ્ત્રવચનોમાં જેનો નિર્દેશ છે તે જ્ઞાન કયું?
આ પ્રશ્નો એક કાળે મને પણ મૂંઝવતા હતા. આપણા ત્યાગી વર્તુળોમાં એ પ્રશ્નોનો ઉકેલ ઝંખતા જિજ્ઞાસુ સાધકે કેવી મથામણ અને મનોવેદનામાંથી પસાર થવું પડે છે, એ તો જેણે એ મનોવ્યથાનું દર્દ અનુભવ્યું હોય તે જ સમજી શકે. સાધનાનો મર્મ પામવા મેં કરેલા તદ્વિષયક વાંચન, ચિંતન, મનન, અવલોકન અને યત્કિંચિત્ સાધનાના અનુભવના પ્રકાશમાં મને જે સમજાયું છે તે અહીં અક્ષરાંકિત કર્યું છે. તે અંતિમ સત્ય છે એવો મારો દાવો નથી; પણ પૂર્વે મેં જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org