________________
२०
મૂંઝવણ અને મનોવ્યથા અનુભવેલી તેવી મૂંઝવણ અને મનોવેદનામાંથી પસાર થતા જિજ્ઞાસુ સાધકોને પોતાની ખોજમાં ક્યાંક ઉપયોગી નીવડે એ આશાએ મારી એ સમજણ અહીં હું જિજ્ઞાસુઓ સમક્ષ મૂકી રહ્યો છું.
મારાં અધ્યયન, ચિંતન-મનન, અવલોકન અને યત્કિંચિત્ સાધનાના અનુભવનો અર્ક ટૂંકમાં અહીં રજૂ થયો છે. નિરૂપણ સંક્ષિપ્ત ને સઘન-concentrated રહે એ મારું લક્ષ્ય રહ્યું છે, તેથી માત્ર શબ્દાર્થ લઈને આગળ ન વધતાં, એ શબ્દો જેનું સૂચન કરે છે–જે ભાવ પ્રત્યે ઇશારો કરે છે–તે તરફ વાચક પોતાની દષ્ટિ લઈ જશે તો, આની હસ્તપ્રત વાંચી જનાર એક મુનિવરે કહ્યું છે તેમ, પ્રાથમિક વાંચન વખતે એના મનમાં ઊઠેલા ઘણા પ્રશ્નોનું સમાધાન તે આ પ્રકોમાંથી જ મેળવશે.
આમજનતાની દષ્ટિએ શાસ્ત્રપાઠોની સાક્ષી વિના, સળંગ નિરૂપણ વધુ રોચક બની રહેત, પણ શ્રદ્ધાળુ વર્ગ શાસ્ત્રપ્રામાણ્ય વિના પોતાને અપરિચિત કોઈ વિચારને અપનાવતાં અચકાય એ સહજ છે, તે વર્ગ પણ પોતાની રીતે આ તોની ગુણવત્તા પારખી શકે અને, શાસ્ત્રાભ્યાસીઓને આ દિશામાં જરૂરી ચિંતનસામગ્રી મળી રહે તથા તેઓ અહીં સૂચિત તો ઉપર સ્વયં વધુ ચિંતનમનન કરવા પ્રેરાય એ હેતુએ શાસ્ત્રપાઠો ટાંક્યા છે; કિંતુ, તે મૂળ લખાણથી સાવ અલગ, પાદનોંધમાં, મૂક્યા છે. આથી જેઓને સીધું પ્રવાહબદ્ધ નિરૂપણ રૂચિકર હોય તેઓ પણ કશા વિક્ષેપ વિના મૂળ લખાણનો આસ્વાદ માણી શકશે અને શાસ્ત્રપ્રામાણ્ય ઇચ્છતા કૃતાભાસી આરાધકોને પણ સુગમતા રહેશે.
પૂર્વે હું એ જણાવી ચૂક્યો છું કે, ‘આ અંતિમ સત્ય છે' એવો મારો દાવો નથી. પૂર્ણ જ્ઞાન અને અભિવ્યક્તિની નિપુણતા વિના, સાવ ક્ષતિમુક્ત અને સર્વને
સ્પર્શી શકે તેવું કથન કરવું શક્ય નથી. કેવળજ્ઞાન અને વચનાતિશય – અર્થાત્ પૂર્ણ જ્ઞાન અને અભિવ્યક્તિનું સર્વશ્રેષ્ઠ કૌશલ-ધરાવનાર શ્રી જિનેશ્વરદેવો પણ પોતાને લાધેલા પૂર્ણ સત્યને આંશિકરૂપે જ વાણીમાં વ્યક્ત કરી શકે છે. હું તો હજુ આ પંથે ઇચ્છાયોગની ભૂમિકાનો એક યાત્રી જ છું; માટે અહીં રજૂ થયેલા નિરૂપણમાં કંઈ જ ઊણપ કે ક્ષતિ ન હોય એવો આગ્રહ બહુશ્રુતો ન રાખે. માત્ર ક્ષતિઓ ઉપર જ ‘મૅગ્નીફાઈંગ ગ્લાસ’ ન રાખતાં, ગુણાનુરાગી બહુશ્રુતો આમાં રહેલા શુભ અંશને અપનાવી–અનુમોદીને, આ નિરૂપણમાં રહેલી ત્રુટિઓનું સંમાર્જન સૂચવવાની કૃપા કરે; અને વિવેકી વાચકો હંસવૃત્તિ રાખી આમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org