________________
વિકસતી ક્ષિતિજની વાટે
“જે પહૂંચે તે પૂછિયે,
તિનકી એકે બાત; સબ સાધોકા એક મત, બિચકે બારહ બાત,”
– દાદુ ‘આત્મજ્ઞાન અને સાધનાપથ'માં જીવનના સૌથી ઊંચા શિખરનું દર્શન છે, સાથે સાથે એ શિખર પર ચડવા માટે કયો માર્ગ લેવો જોઈએ, વચ્ચે કેટકેટલાં વળાંકો ને આકરાં ચડાણો આવે છે, ત્યારે કેવી સાવધાની રાખવી અને કેવી રીતે આગળ વધવું તેની પુષ્કળ અને બારીક સમજણ આપી છે. જેમને તળેટીમાં બેસીને શિખરની માત્ર વાતો કરવી છે તેમને માટે તો આ પુસ્તક સાંભળેલી વાતોનો ભંડાર લાગશે. પણ જેમને ભેટ બાંધીને નીકળી પડવું છે તેમને માટે તો એ પહાડી ચડાણમાં હાથની લાઠી બની જશે, અંતરિયાળ ભૂલા પડતી વખતે માર્ગની એંધાણી બની જશે, ઘેરી વળતા અંધાર વખતે મશાલ બની જશે અને અંતરનું દૈવત ખૂટતું લાગે ત્યારે અમૃતનું ભાતું બની જશે. આ સઘળી અવસ્થાઓ વચ્ચે સૌથી ઊંચા શિખરનું સદા ભાન કરાવતી અને ધ્યાન ખેંચતી વિજયધ્વજા પણ અહીં ફરકતી દેખાશે.
મુનિશ્રી અમરેન્દ્રવિજ્યજી જૈન માર્ગના પ્રવાસી હોવાથી સ્વાભાવિક રીતે જ અધ્યાત્મના માર્ગ અને મુકામો માટે તેઓશ્રી જૈન પરિભાષાના શબ્દો વાપરે છે, પણ એ શબ્દોનો ધ્વનિ સુણતાં અનેક દેશ અને કાળના જ્ઞાનીઓએ સૂચવેલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org