SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ આત્મજ્ઞાન અને સાધનાપથ વર્ષોવર્ષ શ્રી જે. કૃષ્ણમૂર્તિને સાંભળતા રહેવા છતાં, તેમણે ચીંધેલી ‘પ્રયત્ન કે પસંદગી રહિત કેવળ જાગૃતિ' કેમ પ્રાપ્ત કરવી એ મૂંઝવણ અનુભવતા તેમના શ્રોતાઓને શ્રી કૃષ્ણમૂર્તિનો શું આ અસંદિગ્ધ અનુરોધ નથી કે ‘એફર્ટલેસ ચૉઇસલેસ અવેઅરનેસ' રહી શકે એટલું સજગ, સંવેદનશીલ ચિત્ત ન બને ત્યાં સુધી કોઈક સાધનામાર્ગે ચાલવું જ રહ્યું? ભૂતકાળના સમગ્ર સંસ્કારોથી અને ભાવિની આકાંક્ષાઓ અને તૃષ્ણાથી મુક્ત થયા વિના, વર્તમાન ક્ષણના માત્ર દ્રષ્ટા રહેવું શકય નથી. ભૂતકાળની સ્મૃતિઓ, સંસ્કારો અને ભવિષ્યની કામનાઓ વર્તમાન ક્ષણ પ્રતિ આપણને સજાગ રહેવા દેતાં નથી. આપણી જાણ બહાર અવચેતન મનમાં પ્રતિપળ અનેક સંસ્કારો પડતા રહે છે, અને તે સંસ્કારોને અનુરૂપ વળાંક આપણાં વિચાર-વર્તન કઈ રીતે લઈ રહ્યાં છે, તેનો આપણને ખ્યાલ સરખો પણ નથી આવતો. એટલે કેવળ જાગ્રત મનને જ નહિ પણ અવચેતન મનને પણ વિશુદ્ધ કર્યા વિના ‘એર્ટલેસ ચૉઈસલેસ અવેરનેસ'–અર્થાત્ વર્તમાન ક્ષણ પ્રતિ રાગ-દ્વેષરહિત કેવળ દ્રષ્ટાભાવ આવતો નથી, આવે તો ટકતો નથી. સમત્વ અને શુદ્ધ સાક્ષીભાવના પ્રશિક્ષણનો પાયો અનંતકાળથી પુષ્ટ થતા આવેલા રાગ-દ્વેષના સંસ્કારની ચિત્ત ઉપરની પકડમાંથી તેને મુક્ત કરવાનો પ્રારંભ શ્વાસોચ્છ્વાસના આલંબન સાથે એને જોડી રાખવાના અભ્યાસથી થાય છે. seeing their falseness. To see that those ways are false, you must have a very sharp intellect. After looking at these paths, travelling on these paths and discovering that they lead no-where, the mind is much more agile, much more quick much more subtle. ...What I say will have no meaning unless you have travelled the three paths and discarded them. Jain Education International J. Krishnamurty, Talk given at New Delhi, on 25th Nov. 1948. Bulletin, Jan. '87 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy