SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના|૨૦૩ કર્તા-ભોક્તાભાવથી મુક્ત, સમત્વવાસિત અધ્યવસાય વડે ક્ષણવારમાં આટલી વિપુલ કર્મનિર્જરા થતી હોવાથી, સર્વ દેશ-કાળના જ્ઞાની પુરુષો શ્રેયાર્થીને એ અનુરોધ કરતા આવ્યા છે કે જીવનના અનુકૂળ કે પ્રતિકૂળ જણાતા ઘટનાચક્રમાં રાગ કે દ્વેષ કર્યા વિના, તેના દ્રષ્ટા રહી, નિર્લેપ ભાવે તેમાંથી પસાર થઈ જાઓ. સમતા અને સાક્ષીભાવ સધાય શી રીતે? ઉત્કટ મુમુક્ષાસંપન્ન સાધકોનેય કર્મક્ષયની આવી પ્રચંડ ક્ષમતા ધરાવતી સાધનાનું આકર્ષણ રહે એ સહજ છે. કિંતુ પહેલી નજરે અત્યંત સરળ જણાતી આ સાધનાનો મર્મ માત્ર પરિપક્વ સાધકો જ પામી શકે છે. આપણે કેવળ સાક્ષી રહી શકતા નથી; અવચેતન મનમાં સંગૃહિત જન્મજન્માંતરના સંસ્કારો અનુસાર આપણે બાહ્ય જગતની ઘટનાઓ પ્રત્યે આપણી પ્રતિક્રિયા, કોમ્પ્યુટર યંત્રની જેમ, યાંત્રિકપણે દર્શાવતા જ રહીએ છીએ. ‘પ્રયત્ન કે પસંદગી રહિત કેવળ જાગૃતિ’–‘એફર્ટલેસ ચૉઈસલેસ અવેરનેસ’–ની કળા દીર્ઘ કાળના પ્રયત્ન વિના સિદ્ધ થતી નથી. શ્રી જે. કૃષ્ણમૂર્તિ પણ આ વાત સ્વીકારે છે. તેઓ કહે છે કે, એના માટે અત્યંત સંવેદનશીલ, અત્યંત જાગૃત-અપ્રમત્ત અને અતિ સૂક્ષ્મ/તીક્ષ્ણ મન જોઈએ. ચિત્ત આવું સતત સજગ, સંવેદનશીલ, ચપળ બને કયારે? તે માટે આદર્શ, વિધિ-નિષેધ અને ચિંતન-મનનપ્રધાન અન્ય સાધનામાર્ગોએ ચાલીને અત્યંત સૂક્ષ્મ/તીક્ષ્ણ બુદ્ધિ વડે તેમની વ્યર્થતા સમજાઈ ગઈ હોવી જોઈએ. આમ થાય ત્યારે ચિત્ત ધરું ચપળ, સજગ અને સૂક્ષ્મ બની ચૂકયું હોય છે. એ પછી, ચિત્તમાં ઊઠતી કામનાઓ, આકાંક્ષાઓ અને ક્રોધ, લોભ આદિ વિકારો પ્રત્યે પ્રયત્ન કે પસંદગીરહિત જાગૃતિ/શુદ્ધ સાક્ષીભાવ શકય બને છે પૂર્વોક્ત સાધનામાર્ગોએ ચાલીને તેમની વ્યર્થતા સમજી લઈ તમે તેમનો ત્યાગ કર્યો ન હોય ત્યાંસુધી, હું જે ઈ કહીશ તે તમારે માટે અર્થવગરનું રહેશે." ****** 3%. You will find the way only when you discard the above three ways; How do you discard the three ways? Only by Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy