________________
૨૦૨ | આત્મજ્ઞાન અને સાધનાપથ
“દોડો જન્મ તીવ્ર તપ કરવા છતાં, જેટલાં કર્મ ન ખપે તેટલાં કર્મ સમત્વમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ એક ક્ષણમાં જ ખપાવી દે છે.”
“કાહે કુ ભટકત ફરે, સિદ્ધ હોને કે કાજ; રાગ-દ્વેષ કુ ત્યાગ દે, વો હિ સુગમ ઇલાજ. ત૫ જપ સંજમ સબ ભલે, રાગ-દ્વેષ જો નાંહિ;
રાગ-દ્વેષ કે જાગતે, એ સબ ભયે વૃથા હિ.” એટલે, બીજો મહત્ત્વનો મુદ્દો મુમુક્ષુએ અંતરમાં કોતરી રાખવો જોઈએ તે એ કે રાગ-દ્વેષરહિત/સમત્વયુક્ત અધ્યવસાય માત્ર સંવરનું જ નહિ પણ કર્મનિર્જરાનું પણ સબળ સાધન છે.
જૈન પરંપરામાં સુપ્રસિદ્ધ, પ્રસન્નચંદ્ર રાજર્ષિના દષ્ટાંત પર થોડું ચિંતન કરતાં આ બન્ને મુદ્દા સ્પષ્ટ ઉપસી આવશે. બાહ્ય બધા જ આરંભસમારંભથી નિવૃત્ત થઈ, કાયોત્સર્ગની મુદ્રામાં રહી અર્કિચન મુનિ તરીકે બાહ્ય સર્વ કષ્ટ વેઠી રહ્યા હોવા છતાં સાતમી નરકે લઈ જાય એવાં કર્મપરમાણુઓ તેમણે એકઠાં કર્યા ત્યારે, અને થોડી વાર પછી એ બધી કર્મરજને શુભમાં પલટી નાખીને, અનુત્તર દેવલોકમાં લઈ જાય એવા શુભ કર્મદલિકો એમણે એકત્ર કરી લીધા ત્યારે, અને ક્ષણ પછી એ શુભ કર્મપરમાણુઓને પણ ખંખેરીને સર્વ ઘાતી કર્મથી મુક્ત થઈ ગયા, કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યારે એમની બાહ્ય ચર્યા તો એકસરખી જ રહી હતી-મૂનિવેશે ટાઢ-તડકો સહન કરતા એ કાયોત્સર્ગ મુદ્રામાં સ્થિત હતા; ફરક પડયો હતો તે માત્ર એમના ચિત્તની સ્થિતિમાં જ.
3४. प्रणिहति क्षणार्धन साम्यमालम्ब्य कर्म तत् । यन्न हन्यान्नरस्तीव्र-तपसा जन्मकोटिभिः ।।
– આચાર્ય હેમચંદ્રસૂરિજી, યોગશાસ્ત્ર, પ્રકાશ ૪, શ્લોક ૫૧. સરખાવો : ક્ષણ અર્થે જે અઘ ટળે, તે ન ટળે ભવની કોડી રે; તપસ્યા કરતાં અતિ ઘણી, નહિ જ્ઞાનતણી છે જોડી રે.
– શ્રીપાળરાસ ખંડ ૪, ઢાળ ૭, ગાથા ૩૮. ૩૫. યોગીશ્વર ચિદાનંદજી, પરમાત્મા છત્રીસી, ગાથા ૧૯, ૨૨.
જુઓ પ્રકરણના અંતે પરિશિષ્ટ : મુમુક્ષુનું કુરુક્ષેત્ર, તેનું પોતાનું ચિત્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org