________________
અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના|૨૦૫
મોહગ્રસ્ત, વાસનાબદ્ધ ચિત્ત દારૂડિયા જેવું છે. પીધેલી વ્યક્તિ સીધી રેખાએ ચાલી શકતી નથી; જમણે-ડાબે લડથડિયાં ખાતી તે ચાલે છે. તેમ સામાન્ય માનવીનું ચિત્ત વર્તમાનને પકડીને ચાલી શકતું નથી. તે લડથડિયાં ખાતું રહે છે ભૂતકાળની સુખદ-દુ:ખદ સ્મૃતિઓમાં અને ભાવિનાં સપનાંમાં. તે કંઈક પકડવા ઇચ્છે છે, કશુંક દૂર ધકેલવા મથે છે. રાગ-દ્વેષની આ ખેંચતાણમાં તે વર્તમાનનું સાક્ષી રહી શકતું નથી. આપણે બજારમાંથી પસાર થઈ રહ્યા હોઈએ ત્યારે પણ આપણું ધ્યાન કોના તરફ/શાના તરફ જાય છે? જ્યાં આપણને રાગ કે દ્વેષ હોય ત્યાં જ ચિત્ત વધુ જાય છે. દા. ત. માર્ગમાં અનેક લોકો આપણી સામેથી પસાર થતા જોયા હોય, પણ તેમાંથી યાદ કોણ રહે છે?–લાંબા સમયથી જેને ન મળ્યા હોઈએ એવા કોઈ સ્નેહી ભેટી ગયા હોય કે જેની સાથે દુશ્મનાવટ હોય એ વ્યક્તિ નજરે ચડી ગઈ હોય તો એનો ચહેરો સાંજે પણ યાદ આવ્યા કરે છે, બીજા સેંકડો માણસોમાંથી કોઈ નહિ. જ્યાં રાગ કે દ્વેષ હોય ત્યાં આપણું ચિત્ત અનાયાસ જાય છે, તે યાદ આવ્યા કરે છે, ચિત્ત ત્યાં સહજ એકાગ્ર થાય છે. પરંતુ રાગ-દ્વેષ સાથે એકાગ્ર થયેલું ચિત્ત શુદ્ધ થતું નથી; એ એકાગ્રતાની પૃષ્ઠભૂમાં એની સાથે જોડાયેલા રાગ કે દ્વેષ પણ પોષાતા રહે છે. આથી જ આર્ત અને રૌદ્રધ્યાનને વર્જ્ય ગણ્યાં છે. આ સમજાય તો શ્રી જિનેશ્વરોએ કાયોત્સર્ગમાં શ્વાસોચ્છ્વાસનું અવલંબન લેવાનો જે નિર્દેશ આપેલો છે એનું રહસ્ય પણ ખૂલે.
શ્વાસોચ્છ્વાસ એ રાગ-દ્વેષ વિનાનું આલંબન છે એટલું જ નહિ, શ્વાસોચ્છ્વાસનું અવલંબન આપણા જ્ઞાનોપયોગને ‘અવેઅરનેસ’ને વર્તમાન ક્ષણમાં રાખે છે. ભૂત ભાવિમાં ઉડાઉડ કરતા ચિત્તને તે વર્તમાનમાં રાખે છે. વર્તમાનમાં રહેવાના મહાવરાવાળું ચિત્ત જ તટસ્થ સાક્ષી રહી શકે. સાક્ષી વર્તમાન ઘટનાના જ થઈ શકાય, ભૂત-ભાવિના નહિ. ભૂત-ભાવિની તો સ્મૃતિ કે કલ્પના જ હોઈ શકે.
આપણું ચિત્ત ભૂતકાળની સ્મૃતિઓ કે ભવિષ્યની કલ્પનાના તરંગો વિકલ્પ-વિચારો વડે મોહમદિરાનું પાન કરતું રહીને ભવચક્રને ગતિમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org