________________
૨૦૬ આત્મજ્ઞાન અને સાધનાપથ
રાખે છે.” આપણો મોહ કેટલો હટયો છે એનો માપદંડ છે : વિકલ્પ – વિચારની ચુંગાલમાંથી મુક્ત રહી શકવાની આપણા ચિત્તની ક્ષમતા. વિકલ્પ-વિચારનાં જાળાં શબ્દ કે આકારની આસપાસ જ ગુંથાય છે. શ્વાસોચ્છ્વાસ શબ્દ, સંકલ્પના કે આકાર વિહોણું અવલંબન હોઈને ચિત્તને વિકલ્પ-વિચારની જૂની આદતમાંથી મુક્ત કરે છે. માત્ર શ્વાસોચ્છ્વાસનું નિરીક્ષણ કરવાની દેખીતી સાવ સામાન્ય સાધના, આમ, ચિત્તતન્ત્રમાં કેવી ક્રાન્તિ લાવે છે એનો અણસાર તો તમે શ્વાસોચ્છ્વાસ જાતાં બેસો ત્યારે જ મળે
અહીં એક સાવધાની જરૂરી બને છે તે એ કે શ્વાસોચ્છ્વાસના અવલંબને ચિત્ત અમુક અંશે એકાગ્ર બન્યા પછી, એકાગ્રતાની દિશામાં જ આગળ ધપ્યું ન જતાં, એના સહારે મુમુક્ષુ સાક્ષીભાવને તેની સાધનાની ધરી બનાવી, તટસ્થ જાગૃતિપૂર્વક આગળ વધે તો વિકારોના ઉન્મૂલનની દિશામાં તે પ્રગતિ કરી શકે છે. અનુભવી ગુરુ જ એમાં પથદર્શક બની શકે. આ માર્ગના અનુભવી માર્ગદર્શકના અભાવે, શ્વાસોચ્છ્વાસના અવલંબન વડે સાધક એકાગ્રતાની દિશામાં જ આગળ વધ્યે જઈ ચિત્તલયમાં સરકી પડે છે. તત્કાળ પૂરતા તેના વિકારો શમી જાય છે. તે ખૂબ શાંતિ અને આનંદ અનુભવે છે, પણ ચિત્તભૂમિમાંથી તૃષ્ણાદિ વિકારોના ઉન્મૂલનની દિશા હાથ લાગતી નથી. ઊલટું ચિત્તલયના આનંદનો આસ્વાદ ફરી ફરી મળ્યા કરે એવી તૃષ્ણા પોષાતી રહે છે, એટલું જ નહિ, સાધનાની ઉચ્ચતમ ભૂમિકાની પોતાને સ્પર્શના થઈ ચૂકી છે એવી ભ્રાંતિમાંયે મુમુક્ષુ કેટલીકવાર સરકી પડે છે. વળી, સાધના દરમ્યાન ઉપસ્થિત થતા અન્ય ઉપદ્રવો કેમ પાર કરવા તે અંગે પણ સાધકને બિનઅનુભવી ‘ગુરુ' પાસેથી યથાર્થ
*
૩૭. વિસ્વનવરાત્મા, પીતમોદાનવો દ્યયમ્। भवोच्चतालमुत्ताल– प्रपंचमधितिष्ठति । ।
જ્ઞાનસાર, મોહત્યાગાધિકાર, શ્લોક ૫. શ્વાસોચ્છવાસના અવલંબને દિવસો સુધી, રોજના અનેક કલાક, સાધનાનો અખતરો કરવા ઇચ્છતા સાધકે આ સંદર્ભમાં ‘ચિત્તથૈર્યની કેડીઓ’ના પ્રકરણમાં અપાયેલી સાવધાની લક્ષમાં રાખવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org