________________
અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના, ૨૦૭ માર્ગદર્શન મળી શકતું નથી. આથી, શ્વાસોચ્છવાસના અવલંબનની સાથે અનુભવસંપન્ન ગુરુનું માર્ગદર્શન અનિવાર્ય છે. એ પામનાર સાધક જ આ નિરાકાર, નિ:શબ્દ અવલંબનના મધુર ફળ ચાખવા પામે છે.
આજે આપણે આ ક્ષાયિક માર્ગ ખોઈ બેઠા છીએ. આગમગ્રંથોમાં શાસ્ત્રોમાં એના છૂટા છવાયા નિર્દેશો મળે છે ખરા; પણ, એ માર્ગે સાધનાનો આરંભ કયાંથી કરવો, કઈ રીતે કરવો અને કયા ક્રમે આગળ વધવું એનું તબક્કાવાર માર્ગદર્શન આપણાં વર્તુળોમાં આજે મળતું નથી. જિનેશ્વર દેવોની સાધનાનો વારસો આપણી પાસે છે, પણ તે આજે માત્ર શાસ્ત્રોમાં જ રહ્યો છે, જીવનમાં નથી; એમ નથી લાગતું? શ્રી જિનેશ્વરોના સાધનામાર્ગે નિષ્ઠાપૂર્વક આગળ વધતો મુનિ એક વર્ષના તેના દીક્ષાપર્યાયના અંતે અનુત્તર દેવોથી અધિક પ્રશમસુખનો સ્વામી બને - આ શાસ્ત્રવચનને આજની આપણી શ્રમણ સંસ્થા ચરિતાર્થ કરે છે ખરી? સામાયિકની સાધના | વિપશ્યના
ઉપર્યુક્ત ક્ષાયિક માર્ગ જેના અભ્યાસ દ્વારા હસ્તગત થઈ શકે એવી, ભારતની લુપ્ત થયેલી એક પ્રાચીન સાધના-પ્રક્રિયા હાલ પુન: પ્રસાર પામી રહી છે. અવચેતન મનમાં પડેલા જન્મજન્માંતરના સંસ્કારોને દૂર કરી, અવચેતન મનને પણ વિમળ કરવાની નેમ ધરાવતી એ સાધના ‘વિપશ્યના'ના નામે ઓળખાય છે. પ્રારંભથી જ તેમાં સમત્વ અને સાક્ષીભાવની કેળવણી રહેલી હોવાથી, જેનાથી સમભાવ વધે તે સામાયિક એ જૈન પરિભાષાને આગળ કરીને, એ સાધનાને આપણે ‘સામાયિકની સાધના’ કહીએ તો એ તેનું યથાર્થ નામાભિધાન ગણાય.
એ પ્રક્રિયા બર્મામાં બૌદ્ધ પરંપરામાં સચવાઈ રહેલી તેથી પ્રાથમિક નજરે તે બૌદ્ધ પ્રક્રિયા હોવાનો ભાસ થાય એ સ્વાભાવિક છે. પરંતુ, ધાર્મિક ક્રિયાકાંડના કોઈ રંગે તે રંજિત થયેલી ન હોવાથી કોઈ પણ ધાર્મિક સંપ્રદાયની વિવેકશીલ વ્યક્તિ વિનાસંકોચે તેને અપનાવી શકે છે એટલું જ નહિ, પણ નાસ્તિક ગણાતી અર્થાત્ કોઈ ધર્મ-મતને ન માનનાર વ્યક્તિ પણ તેનો પ્રયોગ કરી લાભ મેળવી શકે છે; કારણ કે તેમાં કોઈ મત-પંથના મંત્ર, મૂર્તિ કે કોઈ પ્રતીકનું અવલંબન લેવું પડતું નથી. તેમાં તો કેવળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org