SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૨૧૯ નગારા પર દાંડી દઈને ઉચ્ચારી છે : “રાગ-દ્વેષ-અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ.” જિનાજ્ઞા સાથે શું સંગત છે તે સમજવા માટે તેમજ વાસ્તવિક જિનાજ્ઞા અને જિનાજ્ઞાના ઓઠા હેઠળ વહેતી કરાતી વાતોને અલગ તારવી કાઢવા માટે તત્ત્વજ્ઞ યશોવિજયજી ઉપાધ્યાયે અને શ્રીમદ્ રાજચંદ્ર, સર્વત્ર પ્રયોજી શકાય તેવી, આ સરળ પણ ઉત્તમ કસોટી-master keyઆપણા હાથમાં મૂકી દીધી છે. સાંપ્રદાયિક મમત્વના પાશમાં બદ્ધ ગુરુઓ' દ્વારા જિનાજાના નામે વહેતી મુકાતી ગમે તે વાતો, વિચારો કે સાધના-પદ્ધતિઓને દણિરાગવશ આંખ મીંચીને વળગી પડતાં પહેલાં મુમુક્ષએ આ કસોટી દ્વારા એનું સર્વ પરખી લેવું અને, અન્ય સ્રોતમાંથી આવતી કોઈ વાત પણ, એ આ કસોટીથી નાણી જોતાં, “સો ટચનું સોનું” પુરવાર થતી હોય તો, કશા ખચકાટ વિના નિ:શંકપણે તેને અપનાવી લઈ શ્રેય સાધવું–એમાં જ માનવભવનું સાર્થક્ય અને જિનાજ્ઞાની આરાધના છે. – અવરોધક શું? ગુરુની અસંમતિ કે પોતાની જ માનભૂખ? કેટલાંક સાધુ-સાધ્વી વિપશ્યના-શિબિરમાં જવા ઇચ્છતાં હોય છે, પણ ત્યાં પોતાનો આચાર સચવાશે કે કેમ એ આશંકા તેમને રહેતી હોય છે. આ દ્વિધામાં રહી, સમત્વનો એકડો ઘૂંટાવવાથી શરૂ કરીને ક્રમશ: અપ્રમત્તદશા સુધી દોરી જતી વિપશ્યના-સાધનાના પ્રાથમિક જ્ઞાનથીયે સમૂળગા વંચિત રહેવું એના કરતાં એમ વિચારવું કે – જેમ કોઈ શારીરિક વ્યાધિના ઉપચાર અર્થે શસ્ત્રક્રિયા કરાવવી આવશ્યક બને છે ત્યારે, હૉસ્પિટલના વસવાટ દરમ્યાન સાધ્વાચારના અનેક દોષો જેવા કે વિજાતીય (નર્સ/દાક્તર)ના સંઘટ્ટા/સ્પર્શ, પારિષ્નાપનિકા સમિતિનું મહદ્ અંશે અપાલન વગેરે–ગૌણ કરીને, “ત્યાં લાગેલા દોષોની શુદ્ધિ અર્થે પાછળથી પ્રાયશ્ચિત્ત કરી લઈશું એમ વિચારી, વર્તમાન સાધુ-સાધ્વી હૉસ્પિટલમાં રહી સારવાર લે છે તેમ, આ સાધના-શિબિરમાં જતાં સાધ્વાચારમાં આવનારી સંભવિત સ્કૂલના માટે પાછળથી પ્રાયશ્ચિત્ત કરી લઈશું” – એમ વિચારીને વિપશ્યનાશિબિરનો અનુભવ મેળવવો એ શું વધુ ઉચિત અભિગમ નથી? ૪૯. આત્મસિદ્ધિ, ગાથા ૧૦૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy