________________
૨૧૮ આત્મજ્ઞાન અને સાધનાપથ નાણી જોવા માટે પોતાનું' કે “પારકું એ એક જ કસોટીનો ઉપયોગ કરતા નથી. એ કસોટી ઠગારી છે. કોઈ પણ સાધના-પદ્ધતિ કે વિચારના સ્વીકાર કે ત્યાગનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે, તે પોતાના અંતરંગ દોષોને ક્ષીણ કરવામાં અને આત્મિક ગુણવૃદ્ધિમાં સહાયક નીવડે છે કે બાધક?– આ માપદંડ અપનાવવાનો અનુરોધ જ્ઞાનીઓએ કર્યો છે. શાંતરસની પ્રાપ્તિનો માર્ગ ચીંધતા ‘અધ્યાત્મકલ્પદ્રમ’ નામના ગ્રંથમાં તેના અનુભવી કર્તા આચાર્ય મુનિસુંદરસૂરિ મહારાજે શ્રેયાર્થીઓને ભારપૂર્વક અનુરોધ કર્યો છે કે,
ઇષ્ટ સ્થાને પહોંચવા ઇચ્છતો માણસ, તે સ્થાને લઈ જનાર વાહનને આવકારે છે–તે પોતાનું હો કે ન હો; તેમ પોતાનું શ્રેય ઇચ્છતા મુમુક્ષુએ મોક્ષપ્રાપ્તિમાં હેતુભૂત દેવ, ગુરુ અને સાધના–આ ત્રણની પસંદગી, દષ્ટિરાગનો પરિત્યાગ કરીને, અર્થાત્ “પોતાનાં’ અને ‘પરાયાં'નો વિચાર બાજુએ મૂકીને, ગુણવત્તાના ધોરણે કરવી જોઈએ.” – જિનાજ્ઞાની ઓળખ એક અમોઘ કસોટી • માટે, કોઈ પણ સાધના-પ્રક્રિયા વીતરાગની આજ્ઞા સાથે સંગત છે કે નહિ?–એ ગૂંચ ઉપસ્થિત થાય ત્યારે, દાર્શનિક વિવાદોમાં કે ન નિક્ષેપની અટપટી વાતોમાં ન ગૂંચવાતાં, સાધકે એ જોવું કે પ્રસ્તુત સાધનાને અનુસરતાં પોતાનાં રાગ-દ્વેષ ઘટે છે કે વધે છે? પર્દર્શનનું અને ન નિક્ષેપનું ઊંડું જ્ઞાન ધરાવતા ન્યાયવિશારદ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ‘જિનાજ્ઞા શી?' એ વિષે ‘ઉપદેશ રહસ્ય' નામના ગ્રંથમાં વિસ્તારથી સૂક્ષ્મ ચર્ચા કરી છે, એ આખીયે ચર્ચાને સમેટતાં, પર્દર્શનના અને ન નિક્ષેપના એ અઠંગ જ્ઞાતાએ ગ્રંથના ઉપસંહારમાં સમગ્ર જિનાજ્ઞાનો નિષ્કર્ષ આપતાં કહ્યું છે કે, “ટૂંકમાં, જિનાજ્ઞા આટલી જ છે કે જેનાથી વ્યક્તિ પોતે રાગ-દ્વેષમાંથી છૂટકારો મેળવી શકતી હોય એ તેણે કરવું-આચરવું”“ આ જ વાત શ્રીમદ રાજચંદે તેમની વેધક શૈલીએ,
४७. गजाश्वपोतोक्षरथान् यथेष्टपदाप्तये भद्र निजान् परान् वा। भजति विज्ञाः सुगुणान् भजैवं, शिवाय शुद्धान् गुरुदेवधर्मान् ।।
– અધ્યાત્મકલ્પદ્રમ, અ. ૧૨, શ્લોક જ. ४८. कि बहुणा इह जह जह रागद्दोसा लहुं विलिज्जति। तह तह पयट्टियव्वं एसा आणा जिणिदाणम् ।।
– ઉપદેશરહસ્ય, ગાથા ૨૦૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org