________________
અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૨૧૭ કર, તે જ શાસ્ત્રોનો અભ્યાસ કરી અને તે જ તત્ત્વની ભાવના કર કે જેનાથી સમતારૂપ અમૃતનો આસ્વાદ તું પામી શકે."*
૧૪૪
ભગવાન મહાવીરે સ્વયં આચરેલી અને જૈનસંઘને ચીંધેલી સાધના સાથેનું વિપશ્યનાનું સામ્ય પરખી લઈને, નામભેદના કારણે કશી અવઢવમાં રહ્યા વિના, સામાયિકની સાધનારૂપે આપણે તેને સવેળા અપનાવી લઈએ એ શું ઈષ્ટ અભિગમ નથી?
જ્ઞાનીઓ સાધના-પદ્ધતિઓ અંગે મુમુક્ષુને જે સલાહ આપે છે તે આ છે : કોઈ પણ સાધના-પદ્ધતિ ‘પોતાની' છે કે ‘પરાઈ?–એ ન જોતાં, એ જોવું કે તેનાથી પોતાના દોષો ઘટે છે? ગુણવૃદ્ધિ થાય છે? આ પ્રશ્નોનો ઉત્તર જો 'હા'માં મળતો હોય તો એ પદ્ધતિ તેણે વિનાસંકોચે અપનાવવી. જેનાથી દોષો ખાળી શકાતા હોય, મોહજન્ય સંસ્કારોનો નાશ થતો હોય અને પૂર્વબદ્ધ કર્મની નિર્જરા થતી હોય તે સર્વે મુક્તિના જ ઉપાયો છે;" ભલે તે અનુષ્ઠાન કે સાધના-પદ્ધતિ અન્ય મત-પંથોમાં પ્રચલિત હોય તોપણ તે સર્વજ્ઞ-સંમત જ છે.*
કોરા પાંડિત્ય વડે સાધના માર્ગની માત્ર વાતોમાં જ રચીપચી રહેનારી વ્યક્તિઓ પોતાનું’ અને ‘પારકું' એ વિવાદમાં અટવાતી રહે છે, પણ સાધનામાર્ગની માત્ર વાતોમાં જ ન અટકતાં, જીવનમાં તેનો અનુભવ કરવાની ઉત્કંઠા ધરાવતા મુમુક્ષુઓ કોઈ પણ સાધના-પદ્ધતિ કે વિચારને
४४. तमेव सेवस्व गुरुं प्रयत्नादधीष्व शास्त्राण्यपि तानि विद्वन्। तदेव तत्त्वं परिभावयात्मन्, येभ्यो भवेत्साम्यसुधोपभोगः ।।
– અધ્યાત્મકલ્પદ્રમ, અધ્યાય ૧૬, શ્લોક ૫. ૪૫. ઢોસા નેળ નિહ૦મત, નેન વિન્નતિ પુત્રમાં सो सो मोक्खोवाओ, रोगावत्थासु समणं व।।
– શ્રી બૃહકલ્પ સૂત્ર (ઉ. ૨, સૂત્ર ૨), નિયુક્તિ ગાથા ૩૩૩૧. ४६. तथा सर्वमनुष्ठानं, यद्भवेन्नाशकारणम्।
सरागद्वेषमोहानां चित्ताखिलमलात्मनाम्॥ तल्लोके सर्वतीर्थेषु, साक्षाज्जैनेऽपि वा मते। यथा तथा कृतं हन्त, ज्ञेयं सर्वज्ञसम्मतम् ।।
– ઉપમિતિ, પ્ર. ૮, શ્લોક ૮૧૭, ૮૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org