SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ આત્મજ્ઞાન અને સાધનાપથ અસરકારક સાધના-પ્રક્રિયાથી દૂર રહેવું એમાં શાણપણ નથી. ‘....કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ' સ્યાદ્વાદથી ભાવિતમતિવાળા આપણા પૂર્વાચાર્યોએ ફોડ પાડીને આ વાત બુલંદ સ્વરે ઉચ્ચારી છે કે, “જેણે સમત્વ પ્રાપ્ત કર્યું તેની મુક્તિ નિશ્ચિત-ચાહે તે શ્વેતાંબર હોય કે દિગંબર, જૈન હોય કે બૌદ્ધ, શૈવ હોય કે વૈષ્ણવ. ,૪ર ' “અષ્ટાંગ યોગનો સાર પણ સમતા છે; કારણ કે તેનો સમસ્ત વિસ્તાર-યમ-નિયમઆસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા-ધ્યાન-સમાધિ-સ્વરૂપ આઠેય અંગોસમતાની ઉપલબ્ધિ અર્થે જ છે. માખણ અર્થે જેમ વલોણું કરાય છે, તેમ સમતારૂપ સારની પ્રાપ્તિ અર્થે જ સમસ્ત યોગાભ્યાસ છે. આજે કે કાલે/ આ ભવમાં કે જન્માંતરમાં, કેવળજ્ઞાનની ઉપલબ્ધિ સામ્ય વડે જ થવાની, અન્ય કોઈ રીતે નહિ; તો, એની પ્રાપ્તિ અર્થે પ્રયાસ કરવામાં ક્ષણનોય વિલંબ શા માટે?” “હે આત્મન્! તું શાણો હો તો તે જ ગુરુની સેવા મુમુક્ષુએ વિપશ્યના-સાધના અપનાવવી હિતાવહ છે કે કેમ એ દ્વિધા અનુભવતા જિજ્ઞાસુઓએ તે અંગે વધુ ઊહાપોહ વિચારણા અને પથદર્શન અર્થે લેખકકૃત ‘મુમુક્ષુઓ અને વિપશ્યના’પુસ્તક અવશ્ય જોઈ જવું. પ્રાપ્તિસ્થાન : રતિલાલ સાવલા, શેઠના હાઉસ, ૧૩, લેબર્નમ રોડ, ગામદેવી, મુંબઈ-૪૦૦ ૦૦૭. ૪૨. મેયવો ય ગામનો ય, યુદ્ધો - મહવ પ્રત્નો વા समभावभावियप्पा, लहई मुक्खं न संदेहो ॥ ४3. अष्टाङ्गस्यापि योगस्य सारभूतमिदं खलु । यतो यमादिव्यासोऽस्मिन् सर्वोऽप्यस्यैव हेतवे ।। क्रियते दधिसाराय दधिमन्थो यथा किल । तथैव साम्यसाराय योगाभ्यासो यमादिकः । अद्य कल्येऽपि कैवल्यं साम्येनानेन नान्यथा । प्रमादः क्षणमप्यत्र ततः कर्तुं न सांप्रतम् ।। Jain Education International યશેખરસૂરિ, સમ્બોધસત્તરી, ગાથા ૨. - ! યોગસાર, દ્રિતીય પ્રસ્તાવ, શ્લોક ૧૭–૧૯. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy