________________
અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૧૮૭
દઈ વિલીન થાય છે; જયારે એને નીરખનાર ચેતના, પડદાની જેમ, એ પ્રવાહથી અસ્પૃષ્ટ અને અદષ્ટ રહે છે; એને માટે કાળના ભૂત-ભાવિ-વર્તમાન એવા કોઈ વિભાગ નથી, એ શાશ્વત સત્તા છે. પલટાતા દૃશ્યપર્યાયો નહિ પણ, પરિવર્તનશીલ એ પર્યાયધારાને જોનાર અદૃષ્ટ સ્થિર તત્ત્વ એ જ ‘તમે ’ છો એ અનુભવ સાથે આ અભ્યાસ સમાપ્ત કરો.' અર્થાત્ જ્ઞાનસ્વરૂપ તમારા શાશ્વત અસ્તિત્વ સાથે તાદાત્મ્ય સ્થાપીને, કાળ સાથે સંબંધ રાખનાર આભાસિક પર્યાયને મહત્ત્વ ન આપો.
આ અભ્યાસ દિવસમાં અનેક વાર થવો જોઈએ. જયારે પણ ફુરસદ મળે ત્યારે આ અભ્યાસ કરવો, એટલું જ નહિ, રોજિંદી પ્રવૃત્તિની વચ્ચે વચ્ચે પણ થોડો અવકાશ મેળવી આ અભ્યાસ કરતાં રહેવું અને, હાથમાંની પ્રવૃત્તિ ઓચિંતી થંભાવીને, અન્ય સર્વ વિચારો સમેટી લઈ, એકાએક નવા દૃષ્ટિકોણમાં સરકી જવાનું કૌશલ્ય પ્રાપ્ત કરવું એમાં આ પ્રક્રિયાની સફળતાની કૂંચી રહેલી છે.
આ અભ્યાસ વધતાં ‘ભવપ્રપંચ મન જાલકી, બાજી જૂઠી મૂળ` આ વચનનું તથ્ય સાધક સમક્ષ સ્પષ્ટ થતું જાય છે. કાળ સાથે સંબંધિત પોતાનું સમગ્ર જીવન તેને એક સ્વપ્ન જેવું કે ઇન્દ્રજાળ સમાન ભાસે છે, અને શુદ્ધ જ્ઞાયકભાવનો કંઈક અણસાર તેને પ્રાપ્ત થવા માંડે છે; અવારનવાર, અનાયાસ અને અચાનક જ, પોતાના પરિવર્તનશીલ પર્યાયો અને જીવનની ક્ષણિક ઘટનાઓને તટસ્થ પ્રેક્ષકની જેમ નિર્લેપભાવે જોતા હોવાનો અનુભવ તેને થાય છે. આ અનુભવના પુનરાવર્તનો સાથે, સંસારનાટકને પ્રેક્ષકભાવે
જોવાની ક્ષમતા સાધકમાં વિકસતી જાય છે.
શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપનું સ્મરણ-ચિંતન
સીધું જ નિરાકારનું અનુસંધાન કરવું એના કરતાં સાકારના અવલંબને નિરાકાર સાથે સંબંધ સ્થાપવો વધુ સરળ પડે એ સ્વાભાવિક છે.
૨૧. થવું દૃશ્ય તવનું નામ, યાદશ્ય તત્ત્વદમ્। अतोऽत्रात्मधियं हित्वा चित्स्वरूपं निजं श्रये ।।
૨૨. સમાધિશતક, દુહો ૩૯.
Jain Education International
— અધ્યાત્મબિંદુ, દ્રા. ૨, શ્લોક ૧૮.
For Private & Personal Use Only
www.jainelibrary.org