________________
૧૮૮ આત્મજ્ઞાન અને સાધનાપથ
શ્રી જિનેશ્વરદેવમાં નિરાકાર શુદ્ધ ચૈતન્ય આપણે જોઈ-સમજી શકીએ તે રીતે વ્યક્ત થાય છે. તેથી, ચેતનાને દૃશ્યમાં એકાકાર થતી રોકીને તત્ક્ષણ અંર્તમુખ બની દ્રષ્ટાભાવમાં સ્થાપિત થવાની ઉપર્યુક્ત પ્રક્રિયા જેમને આકર્ષી ન શકે-તે માટેની અભિરુચિ કે ક્ષમતા જેઓ ન ધરાવતા હોય—તેઓ શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપના સ્મરણ-ચિંતન વડે આ દિશામાં આગળ વધી શકે છે. એવા મુમુક્ષુઓ ફુરસદની ક્ષણોમાં અને, ઉપર્યુક્ત રીતે, અન્ય પ્રવૃત્તિને થંભાવી દઈ પ્રવૃત્તિની વચ્ચે વચ્ચે, દિવસમાં અનેક વાર, શ્રદ્ધાભક્તિપૂર્વક શ્રી જિનેશ્વરદેવના સ્વરૂપનું સ્મરણ-ચિંતન અને સાથે સાથે અવસરે અવસરે આત્મનિરીક્ષણ કરી જુએ. માનવમનના અતલ ઊંડાણમાં ચાલતી ગતિ-વિધિને સમજવા મથતા આધુનિક મનોવૈજ્ઞાનિકો એ નિષ્કર્ષ ઉપર આવ્યા છે કે “કોઈ લક્ષ્યને આંબવા આપણે મથતા હોઈએ તો તેનો સહેલો રસ્તો એ છે કે જેણે તે લક્ષ્ય સિદ્ધ કર્યું હોય એવી વ્યક્તિને તમારા આદર્શ તરીકે તમારી સમક્ષ રાખી એનું અનુકરણ કરો. અનુકરણમાં મહેનતની, ઇચ્છાશક્તિની કે યોજનાબદ્ધ સભાન પ્રયત્નની આવશ્યકતા નથી રહેતી; એ સહજ પ્રવૃત્તિ છે. ચેતન મન કરતાં અવચેતન મનનો ફાળો એમાં વધુ રહે છે. જયારે તમે કશાકનું અનુકરણ કરતા હો છો ત્યારે એ વર્તન તમે થવા દો છો કરતા નથી. અનુકરણ તમને તમારા આદર્શ ધ્યેયને દૃષ્ટિ સમક્ષ રાખવાની ફરજ પાડે છે, કારણ કે તમારે કશાકનું અનુકરણ કરવું છે. કશું પણ સામે રાખ્યા વિના તમે અનુકરણ શાનું કરશો? ખરેખર અનુકરણ કરવા માટે તમારે તે જ થવું પડે, જેનું અનુકરણ તમે કરી રહ્યા હો; એ ‘કરવા' કરતાં વધુ તો ‘થવા’ની પ્રક્રિયા છે.’
૩,૨૩
ભૌતિક સફળતા મેળવવા જે ખંત અને નિષ્ઠાથી માણસ પ્રયત્ન કરે છે એ જ નિષ્ઠાપૂર્વક, જિનસ્વરૂપના સ્મરણ-ચિંતન સાથે આત્મનિરીક્ષણ અને પોતાની વૃત્તિ-પ્રવૃત્તિનું સંશોધન તે કરતો રહે તો, આરાધના અંગે કંઈક નવો પ્રકાશ પ્રાપ્ત થઈ રહ્યાનો અનુભવ થોડા જ વખતમાં તેને થાય છે. આ અભ્યાસ ફુરસદની પળો અને અન્ય પ્રવૃત્તિની વચ્ચે વચ્ચે થોડી ક્ષણો પૂરતો જ મર્યાદિત ન રાખતાં, જેમાં ચિત્ત રોકવું પડતું ન હોય એવી,
૨૩. Joseph A. Kennedy, ‘Relax and Live' p. 124, (Arrow Books Ltd., London, W. I.).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org