SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૧૮૯ અન્ય સર્વ પ્રવૃત્તિની સાથે સાથે પણ ચાલુ રાખી શકાય. સૌનો અનુભવ છે કે હલવું-ચાલવું, ખાવું-પીવું વગેરે કેટલીયે કાયિક પ્રવૃત્તિ એવી છે કે જે, આપણું ચિત્ત અન્ય વિચારોમાં રોકાયેલું હોય છતાં, યંત્રવત્ ચાલતી રહે છે. આવી પ્રવૃત્તિ વખતે, અન્ય ફાલતુ વિચારો ન કરતાં, જિન-સ્વરૂપના સ્મરણ-ચિંતનમાં ચિત્ત જોડી દેવું. અહીં બીજો મહત્ત્વનો મુદ્દો છે જિન-સ્વરૂપની સાચી સમજનો. જિન-સ્વરૂપના સ્મરણ-ચિંતન-ધ્યાનનું મહત્ત્વ એ કારણે છે કે તેના દ્વારા નિજ સ્વરૂપની સાચી ઓળખ સુગમતાથી મળી શકે;* કહ્યું છે કે – “સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા તેહ પામે.” આમાંથી એ સંકેત મળી રહે છે કે શ્રી જિનનું અવલંબન લેવું એટલે વીતરાગતાનું અવલંબન લેવું–વીતરાગતાને જીવનનું લક્ષ્ય બનાવવું–નહિ કે શ્રી વીતરાગની કાયા, મૂર્તિ કે ફોટાને માત્ર હાથ જોડીને કૃતકૃત્ય થઈ જવાના ભ્રમમાં જીવનભર રાચવું. કોઈ ભાષા પર પ્રભુત્વ મેળવવું હોય ત્યારે પહેલાં આપણે એની બારાખડીના વ્યક્તિગત અક્ષરોના આકાર પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. એ પછી શબ્દો પર–જે, કોઈ સંકલ્પના કે વિચારના ઘોતક હોય છે. હજુ જોકે આપણે અક્ષરોનો ઉપયોગ કરીએ છીએ પણ એમની પર પહેલાં જેટલું ધ્યાન આપતા નથી. સહજપણે આપણું લક્ષ આકાર પરથી હઠીને વિચાર પર કેન્દ્રિત થયું. આગળ જતાં ધીરેધીરે આપણે સાહિત્યના ક્ષેત્રમાં, ઉદાત્ત ભાવનાઓ અને ઉન્નત સંકલ્પનાઓના સામ્રાજ્યમાં પ્રવેશીએ છીએ. ત્યારે અક્ષરોની આકૃતિઓ નગણ્ય બની રહે છે અને સૂક્ષ્મ વ્યજંના ૨૪. (i) જેહ ધાન અરિહંત કો, સો હી આતમ ધ્યાન; ફેર કછુ ઈણ મેં નહિ, એહી જ પરમ નિધાન. - સમાધિવિચાર, દુહો ૨૨૫. (ii) આત્મસ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઇ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઇ. – શ્રીમદ્ રાજચંદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy