________________
૧૯૦ આત્મજ્ઞાન અને સાધનાપથ
અને લક્ષણા/વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ જ મહત્ત્વ ધારણ કરે છે. એ જ રીતે, મૂર્તિ પરમતત્ત્વની શ્રેષ્ઠ સંકલ્પનાની પ્રતીક છે અને એના માધ્યમ વડે એનો ભક્ત આખરે એનાથી વ્યંજિત ભગવત્તા સાથે એકરસ બની જાતે ઉન્નત અવસ્થા પ્રાપ્ત કરે છે.
કેટલાક એવા હોય છે કે જે અક્ષરોની આકૃતિને જ વળગી રહે છે અને વિચારોના પ્રદેશ સુધી પહોંચવા પ્રયાસ કરતા નથી. તેઓ અભણ કક્ષાએ જ રહી જાય છે. વ્યક્તિ જયારે મૂર્તિની આકૃતિ અને કર્મકાંડમાં જ બંધાઈ રહી, જેનાં તે પ્રતીક છે તે ભગવત્ તત્ત્વને પામવા તેમનો ઉપયોગ કરતી નથી, ત્યારે અક્ષરજ્ઞાનમાં જ અટકી બેઠેલા પેલા અભણ માનવીના જેવી જ એની દશા થાય છે. એની ઉપાસના અર્થવગરની અને દેખાવપૂરતી બની રહે છે.
૨૫
પ્રારંભ મૂર્તિ કે છબીથી ભલે થતો, પણ પછી તો એ ખ્યાલ આવવો જોઈએ કે ‘આ બાહ્ય દેહાકૃતિના -- પ્રભુની પાર્થિવ કાયાનાં રૂપ, લાવણ્ય, બળના – કે ભગવાનના અન્ય વિશિષ્ટ પુણ્યના અતિશયોના ગુણગાન કરતા બેસવું કે જિનબિંબની સાજસજા કરતાં બેસી રહેવું એમાં શ્રી વીતરાગદેવની સાચી ભક્તિ નથી; ઊલટું, એ “અન્યયમિનિવેશેન પ્રત્યુતાનર્થવારિણી'' -- ખોટા આગ્રહની પોષક બની અનર્થકર પણ નીવડે”. એટલે શરત મૂકી કે,
૨૬
“સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શનશુદ્ધતા તેહ પામે.” પણ શરીર-સૌષ્ઠવ, બળ, ઐશ્વર્ય આદિ બાહ્ય ઓળખમાં જ અટકી જઈ
૨૫. Srikant, Power in Temples, pp. 94-95-fourth edition, 1987. Integral Books, Payyanur, Kerala 670 307.
२६. तद्ध्यानं सा स्तुतिर्भक्तिः सैवोक्ता परमात्मनः । पुण्यपापविहीनस्य यद्रूपस्यानुचिन्तनम् ॥ शरीररूपलावण्य-वप्रच्छत्रध्वजादिभिः । वर्णितैर्वीतरागस्य, वास्तवी नोपवर्णना ॥
अन्यथाभिनिवेशेन प्रत्युतानर्थकारिणी । सुतीक्ष्णखड्गधारेव प्रमादेन करे धृता ॥
Jain Education International
અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર, શ્લોક ૧૨૩, ૧૨૪, ૧૨૮.
For Private & Personal Use Only
www.jainelibrary.org