________________
અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૧૯૧ શ્રી જિનની આત્મિક ગુણસમૃદ્ધિ પ્રત્યે દષ્ટિ જાય જ નહિ તો એવી માત્ર બાહ્ય ઓળખ નિજ સ્વરૂપની સાચી ઓળખ શી રીતે કરાવી શકે?
શ્રી જિનના આંતર ગુણવૈભવનું પૂરું કે ઊંડું જ્ઞાન ભલે ન હોય, પણ તે કરુણામય છે, વીતરાગ છે અર્થાત્ સર્વ ગમા-અણગમાથી પર છે, ઇચ્છાતૃષણાથી અસ્કૃષ્ટ છે અને નિજના નિરુપાધિક નિરવધિ આનંદમાં મગ્ન રહી નિર્લેપ નેત્રે વિશ્વનાટક નિહાળી રહેલ મૂર્તિમંત જ્ઞાનજ્યોત છે– આટલી વાત તો એમના સ્મરણ સાથે મનચ્યક્ષ સમક્ષ ઉપસવી જ જોઈએ; અન્યથા, પરમાર્થથી એ શ્રી જિનની ઉપાસના નથી.
ત્રીજો મુદ્દો છે આત્મનિરીક્ષણપૂર્વક પોતાની વૃત્તિ-પ્રવૃત્તિના શોધનનો. ઉપર્યુક્ત ગુણોને ઉપસાવીને સાધક જિનસ્વરૂપનું સ્મરણ-ચિંતન સતત કરે અને સાથે આત્મનિરીક્ષણ કરતો રહે તો, જિનના અનુયાયી તરીકેના પોતાના કર્તવ્યનું એને સ્વયં ભાન થાય તે અંતર્મુખ બને અને, “સંગ તેવો રંગ' એ ઉક્તિ અનુસાર, તેનું ચિત્ત ઉત્તરોત્તર અધિક નિર્મળ અને સ્વસ્થ બનતું જાય. ચિત્તની નિર્મળતા વધતાં સંસારના યથાર્થ સ્વરૂપનો કંઈક સ્પષ્ટ અણસાર તેને મળે છે. તે જોઈ શકે છે કે સંસારમાં કોઈ સંયોગ, પરિસ્થિતિ કે પ્રાપ્તિ કાયમ રહી શકે જ નહિ, બધું જ ગતિશીલ છે, પરિવર્તનશીલ છે. ઉત્પત્તિ-સ્થિતિ-વિનાશ એ ત્રિપદીનું રહસ્ય તેના અંતરમાં ફુટ થતું જાય છે. તે જોઈ શકે છે કે, બાહ્ય વિશ્વની પ્રત્યેક ઘટનાની કોટે એ ત્રિપુટી વળગેલી જ હોવાથી, આત્માના નિર્મળ જ્ઞાન અને નિરુપાધિક આનંદ સિવાયની બીજી કોઈ પણ પ્રાપ્તિ પાછળની દોડ કે તેને સ્થાયી બનાવવાની ઇચ્છા એ દુ:ખનું જ બીજ છે. પરિણામે, દ્રષ્ટાભાવની સાધના તરફ એની દૃષ્ટિ જાય છે, અને કંઈક મેળવવું છે કે ‘કંઈક થવું છે' એવી ઇચ્છા-આકાંક્ષાઓથી મુક્ત રહી, વર્તમાન ક્ષણે જે બને તેને, કશી આતુરતા કે આસક્તિ વિના, નીરખવાના અભ્યાસ તરફ તે વળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org