________________
૧૯૨ | આત્મજ્ઞાન અને સાધનાપથ જિનેશ્વરોનો ક્ષાયિક માર્ગ : સમત્વમંડિત સાક્ષીભાવ
પ્રારબ્ધકર્મ પ્રમાણે પ્રાપ્ત સુખ-દુ:ખ, સંપત્તિ-વિપત્તિ, માન-અપમાન, લાભ-અલાભ, જય-પરાજયને નિર્લેન્દ્રભાવે વેદી લેવા-તેના દ્રષ્ટા રહી, રાગ કે તેનો વિકલ્પ કર્યા વિના, તેમાંથી માત્ર પસાર થઈ જવું– શ્રી જિનેશ્વર દેવે સ્વયં આચરેલું તપ છે; એમના અનુયાયી થનાર માટે એ જ પ્રમુખ સાધના છે. સમભાવ/સામાયિક ભાવ એ જૈન સાધનાની ધરી છે.
પ્રારબ્ધ પ્રાપ્ત પ્રસંગ, પરિસ્થિતિ, વ્યક્તિ સામે ફરિયાદ નહિ પણ તેનો શાંત-સ્વીકાર. બધું જ સ્વ-અજિત છે, કર્મના ગણિત મુજબ જ પ્રાપ્ત થયું છે એ શ્રદ્ધા-સમજ સાથે, અભાવ (૫) કે આસક્તિ વિના, બાહ્ય તેમજ અંતરંગ ઘટનાપ્રવાહને કશા ભય કે વળગણ વિના નિરખી લઈ–જ્ઞાતાદ્રષ્ટાભાવમાં રહી– પસાર થઈ જવું એ શ્રેષ્ઠ તપ છે, વિકારોથી વિમુક્તિનો ઉત્તમ ઉપાય છે. જે અંતરમાં જન્મજન્માંતરોથી સંચિત વિભાવના સંસ્કારોવિકારો, વાસનાઓ, આવેગો-ના થરના થર બાઝેલા હોવાથી અંત:સ્થ ચેતનાની જ્યોતનો શુદ્ધ પ્રકાશ બહાર આવી શકતો નથી; રાગ-દ્વેષના વિકલ્પોથી કે વિપર્યાસથી તે દૂષિત બની જાય છે. જ્ઞાનોપયોગને દષિત કરતી સતત વહેતી રહેતી ચિત્તવૃત્તિઓની એ વણજારને જાગૃત રહી, સમ રહી, નિરખી લઈને એ વિકૃતિનાં મૂળનું ઉમૂલન કરવું એ શ્રી જિનેશ્વરોની સાધનાની દિશા રહી છે. કામ-ક્રોધ-લોભ-મોહ આદિ વિકારોનાં બીજ છે રાગ અને દ્વેષ; આખો સંસાર-મહેલ રાગ-દ્વેષના બે થાંભલાના આધારે ટકી રહ્યો છે એ શ્રી જિનોએ જોયું. એટલે વિધિ-નિષેધોના અનુસરણ દ્રારા કોઈ વિકાર-વિશેષના દમન કે શમનની મથામણમાં ન પડતાં, વૃત્તિઓ/વિકારોનાં મૂળને જાગૃતિના તેજમાં ઉદ્ઘાટિત કરી દઈ તેનું ઉમૂલન કરતા જવાનો માર્ગ તેમણે લીધો. વીતરાગતાની દિશામાં એ પહેલું વિરાટ ડગલું છે અને છેલ્લું ડગલું પણ એ જ છે.
૨૭. કર્મથી કલ્પના ઊપજે, પવનથી જિમ જલધિ વેલ રે;
રૂપ પ્રગટે સહજ આપણું દેખતાં દૃષ્ટિ સ્થિર મેલ રે. દેખીએ માર્ગ શિવનગરનો, જેહ ઉદાસીન પરિણામ રે; તેહ આણછોડતાં ચાલીએ, પામીએ જિમ પરમ ધામ રે,
– ઉપા. યશોવિજ્યજી, અમૃતવેલની સજઝાય ગાથા ૨૫, ૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org