________________
૧૮૬ આત્મજ્ઞાન અને સાધનાપથ
નિજ શાશ્વત સત્તા સાથેનું અનુસંધાન
પોતાની કર્મકૃત અવસ્થાઓ સાથેનું ક્ષણિક પર્યાયો સાથેનું તાદાત્મ્ય તોડીને એ સઘળાં પરિવર્તનોને સાક્ષીભાવે જોવાનું સામર્થ્ય ખીલવવા માટે, શ્રી રમણ મહર્ષિના સુપ્રસિદ્ધ અનુયાયી, ડૉ. પૉલ બ્રન્ટને એક પ્રક્રિયા ચીંધી છે કે જેના અભ્યાસ માટે એકાંત સ્થળે કે નિયત સમયે બેસવાની આવશ્યકતા નથી રહેતી – ફુરસદની ક્ષણોમાં અને પ્રવૃત્તિની વચ્ચે પણ એનો અભ્યાસ કરી શકાય છે અને, એકી સાથે માત્ર બે-ચાર મિનિટનો જ સમય કાઢવો પડતો હોવાથી, આ અભ્યાસ અર્થે સાધકને પોતાની દિનચર્યામાં કોઈ મોટું પરિવર્તન પણ કરવું પડતું નથી.
આ માટે, પ્રથમ તો, હાથમાં જે કંઈ કામ હોય તેને એકાએક થંભાવી દઈ, પોતે જયાં હોય ત્યાં, તત્ક્ષણ અંતર્મુખ બની જવાની કળા સાધકે હસ્તગત કરવી રહી. ચિત્તમાં ઘૂમરાતાં વિચારો કે આકાંક્ષાઓને તત્ક્ષણ બાજુએ હડસેલી, ચાલુ સ્વપ્નમાંથી એકાએક જાગી જતો માણસ તે સ્વપ્નને જે રીતે જુએ તેમ, સ્તંભિત કરી દીધેલી પોતાની વૃત્તિ-પ્રવૃત્તિને અળગા રહીને જોવી. સ્વપ્નમાંથી જાગી ગયેલી વ્યક્તિ જોઈ શકે છે કે સ્વપ્નમાં પોતે અનેક પ્રવૃત્તિઓમાં ગૂંથાયેલી, ચિત્રવિચિત્ર કામનાઓ અને ઊર્મિઓના પ્રવાહમાં તણાતી અને હર્ષ-શોકાદિ લાગણીઓ અનુભવતી હોવા છતાં, વાસ્તવમાં તો તે વખતે પોતે પથારીમાં નિશ્ચેષ્ટ જ પડી હતી; તેમ આ રીતે અંતર્મુખ થઈને એ અનુભવો કે કાયા અને મનની અનેકવિધ પ્રવૃત્તિ અને દોડધામ વચ્ચે તમે તો એના એકસરખા પ્રેક્ષક જ રહ્યા છો; બાહ્ય સર્વ પરિવર્તનોથી કે કાળની ગતિથી તમારી શાશ્વત સત્તા અસ્પૃષ્ટ જ રહી છે. ચલચિત્રના પડદા ઉપર જેમ ચિત્રવિચિત્ર અનેક પ્રકારનાં ચિત્રો ઘડીભર ઝબકી જાય છે, પરંતુ એની કોઈ અસર પડદાને નથી થતી; ચિત્રો પલટાતાં જાય કે સમૂળગાં બંધ પડે, પણ પડદો તો સદા એકસરખો રહે છે; તેમ એ અનુભવ કરો કે મન-વાણી-કાયાના પલટાતા પર્યાયો વચ્ચે તમારી એક સ્થિર સત્તા છે કે જે સઘળા ક્ષણિક અનુભવો અને ઘટનાપ્રવાહને નિહાળે છે. મન-વાણી-કાયાના પર્યાયો કાળના પ્રવાહ સાથે ક્રમશ: દેખા
૨૦. Dr. Paul Brunton The Wisdom of the Overself', pp 236238 (Rider & Co., London).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org