________________
અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના | ૧૮૫ કારણે સામાન્યત: માનવી સતત પરના વિચારોમાં રોકાયેલો રહે છે. જયાં તે “પોતાનો’ વિચાર કરે છે ત્યાં પણ પારમાર્થિક દષ્ટિએ, એ પરનો વિચાર હોય છે. ધન-માલ, કુટુંબ-પરિવાર વગેરેથી પોતે જદો છે એ ભાનની સાથે. સામાન્યત: માનવીને જેમાં હું બુદ્ધિ થાય છે તે કાયાથી પણ પોતે જુદો છે એ ભાન કેળવાય તો એકત્વ-અન્યત્વ ભાવનાનો અભ્યાસ સાર્થક થાય; અન્યથા, દેહાત્મબુદ્ધિ અકબંધ રહે અને “સ્વજન-પરિવાર આદિ પરાયાં છે? એ વિચાર જ ઘૂંટાતો રહે તો, સંભવ છે કે, સાચી આધ્યાત્મિકતાને બદલે નરી સ્વાર્થવૃત્તિ જ ચિત્તમાં આસન જમાવે. તેથી અંતર્મુખ રહેવા ઇચ્છનાર સાધકે પોતાના સમગ્ર બાહ્ય વ્યક્તિત્વનું સંશોધન કરવું રહ્યું. એમ કરતાં તેને પોતાનો દેહ પરાયો લાગે એટલું જ નહિ, ઇચ્છાઓ, લાગણીઓ અને વિચારો સુધ્ધાં તેને પોતાથી ભિન્ન લાગે ત્યારે સમજવું કે તે ખરેખર અંતર્મુખ બન્યો છે.*
શુદ્ધ જ્ઞાયકભાવ પ્રગટતાં, તે જ ક્ષણે, મુક્તિની લહેરખીનો સ્પર્શ અનુભવાય છે – બાહ્ય સમસ્ત દશ્ય જગતથી તમે જાતને સાવ સ્વતંત્ર અનુભવો છો. દેહ અને મનથી એટલે કે, દેહના પર્યાયો અને મનના પર્યાયોથી જે પોતાને ભિન્ન જોઈ શકે તે પોતાના કર્મકૃત વ્યક્તિત્વથી ઉપર ઊઠે છે. તે એ જોઈ શકે છે કે દેહ અને મનનાં બધાં પરિવર્તનો વચ્ચે પોતે એક અખંડ સત્તારૂપે અચલ રહે છે, અને બાહ્ય સર્વ પરિવર્તનોથી – પ્રાપ્તિઓ, સંયોગો, કે વિચારોથી–પોતાને કશાં હાનિ-લાભ નથી. આ દષ્ટિ ખૂલવાથી રતિ-અરતિ કે રાગ-દ્વેષના વમળમાં અટવાયા વિના, સમભાવમાં રહી, સંકલ્પ-વિકલ્પની પકડમાંથી તે મુક્ત બની જાય છે.*
૧૮. વિપર્યસ્તુવિજ્ઞાતુ, પુરુષાદ્રિના मनोविकारजालं हि, स्वस्मात् भिन्न प्रकाश्यते॥
– ઉપમિતિભવપ્રપંચાકથા, પ્રસ્તાવ ૭, શ્લોક ૫૦૨. ૧૯. (i) તતો વિવિવરમાત્માન, સનન્દ્ર પ્રયત: ! नाऽस्य संजायते द्वेषो दुःखे, नाऽपि सुखे स्पृहा॥
– એજન શ્લોક ૨૦૩. (i) સેના રાખસ મોહ કી, જીપે સુખે પ્રબુદ્ધ બ્રહ્મબાત ઈક લઈ કે, સમતા અંતર શુદ્ધ.
- સમતાશતક, ગાથા ૯૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org