________________
૧૮૪ આત્મજ્ઞાન અને સાધનાપથ
નિશ્ચયનયે આત્મા અખંડ આનંદ અને જ્ઞાનસ્વરૂપ છે. એ ‘અખંડ આનંદ અને જ્ઞાનસ્વરૂપ જ હું છું; મન-વાણી-કાયા એ હું નથી; મન-વાણી-કાયાથી થતાં કાર્યો એ મારાં નથી'. આ ભાનપૂર્વક, મન-વાણી-કાયાથી થતી ક્રિયાને શાંતભાવે માત્ર જોયા કરો. ‘હું ગોરો, સ્થૂળ, કૃશ છું' એ રીતે કાયા સાથે તાદાત્મ્ય ન અનુભવતાં, ‘એક માત્ર જ્ઞાન એ જ મારી કાયા છે' એ તથ્યથી ભાવિત થવું, અર્થાત્ માત્ર શુદ્ધ જ્ઞાયક ભાવ સાથે જ્ઞાન સાથે—જ પોતાનું તાદાત્મ્ય અનુભવવું.
૧૫
--
આ દેહમાં આત્મભાવના કરવી તે દેહાંતરગતિનું અર્થાત્ ભવભ્રમણનું બીજ છે; જયારે આત્મામાં જ આત્મભાવના એ વિદેહ-નિષ્પત્તિનું અર્થાત્ મુક્તિનું બીજ છે.' ચિરકાળથી દૃઢમૂળ થયેલા અવિદ્યાના સંસ્કારોના કારણે ચિત્ત આત્મતત્ત્વથી દૂર રહે છે, પરંતુ તે જ ચિત્ત જ્ઞાનથી વાસિત થતાં હૃદયગુહામાં રહેલ આત્મદેવને જુએ છે.”
સાધનાના પ્રારંભમાં એકત્વ, અન્યત્વાદિ ભાવનાઓનો અભ્યાસ જ્ઞાનીઓએ સૂચવ્યો છે, તેનું હાર્દ પકડાય તો એ અભ્યાસ દ્વારા અંતર્મુખતા પ્રગટે. અવચેતન મનમાં ચિરકાળથી દૃઢમૂળ થયેલા દેહાત્મબુદ્ધિના સંસ્કારને
૧૪. દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે. કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ ધિવેલ રે; રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દૃષ્ટિ સ્થિર મેલ રે.
ઉપા. યશોવિજ્યજીકૃત અમૃતવેલની સજઝાય, ગાથા ૨૪-૨૫.
૧૫. ગૌર: મ્યૂ: કૃશો વામિત્યોનાવિશેષયન્ आत्मानं धारयेन्नित्यं केवलज्ञप्तिविग्रहम् ।।
૧૬. વેદાન્તર તેર્નીન, રેફ્રેસ્મિનાભમાવના
बीजं विदेहनिष्पत्तेरात्मन्येवात्मभावना ॥
Jain Education International
૧૭. ઞજ્ઞાનવિદ્યુત શ્વેત: સ્વતત્ત્વાપવર્તતે। विज्ञानवासितं तद्धि पश्यत्यतः पुरे प्रभुम् ।।
– સમાધિતંત્ર, શ્લોક ૭૮.
– એજન, શ્લોક ૭૪, સરખાવો : એજન, શ્લોક ૬૨.
– જ્ઞાનાર્ણવ, સર્ગ ૩૨, શ્લોક ૫૦.
For Private & Personal Use Only
www.jainelibrary.org