________________
અંતર્મુખતા અને સાક્ષીભાવની સાધના ૧૮૩
આ જ વાત ઉચ્ચારી છે. હેમચંદ્રસૂરિ મહારાજ પણ ‘યોગશાસ્ત્ર’ના અંતે સ્વાનુભવના રણકા સાથે આ જ વાત કરે છે.
૧૦
‘આ કાયા, મન અને વાણી એ હું નથી, અને તેથી એનાથી ભોગવાતા વિષયો તેમજ સર્વ ઔદિયક ભાવો એ મારા નથી,’-એવી બુદ્ધિ થતાં, શરીરાદિ ઔદયિક ભાવો અને વિષયોમાંથી રાગ-દ્વેષ છૂટતા જાય છે; અને જેટલા અંશે રાગ-દ્વેષ ઓછા થાય છે તેટલા અંશે આત્મા સ્થિરતાનો અને શાંતિનો-પ્રશમસુખનો અનુભવ કરે છે. માટે, દેહમાં આત્મબુદ્ધિ છોડી દઈને અંતર્મુખ થવાની ઉપર્યુક્ત પ્રેરણા મુમુક્ષુને શાસ્રો જુદી જુદી અનેક રીતે આપે છે :
શુદ્ધાત્માનું સતત અનુસંધાન પરમાત્મસમાપત્તિનો હેતુ છે.' તેથી આત્મજ્ઞાન ઝંખતા સાધકોએ જ્ઞાનપૂર્વક અંર્તમુખ થવું. દૃશ્યની સાથે તાદાત્મ્ય ન અનુભવતાં, સાધકે તેના માત્ર દ્રષ્ટા જ બની રહેવું પોતાના દેહ અને મનને પણ એ દૃશ્યના એક ભાગ તરીકે જ જોવાંઅર્થાત્ પોતાના દેહની અને મનની પ્રવૃત્તિઓ અને વિશેષતાઓથી પોતે ગૌરવ કે ગ્લાનિ ન અનુભવતાં, તેના માત્ર તટસ્થ પ્રેક્ષક જ રહેવું.
૧૩
८. अपास्य बहिरात्मानं सुस्थिरेणांतरात्मना । ध्यायेद्विशुद्धमत्यंत, परमात्मानमव्ययम् ॥
- જ્ઞાનાર્ણવ, સર્ગ ૩૨, શ્લોક ૧૦.
૧૦. યોગશાસ્ત્ર, પ્રકાશ ૧૨, શ્લોક ૬-૧૨.
૧૧. (i) ઉપાધ્યાય યશોવિજ્યજીકૃત ‘નયોપદેશ’ અને તેની સ્વોપજ્ઞ ટીકા ‘નયામૃતતરંગિણી’, શ્લોક ૧.
(ii) अण्णे पुग्गलभावा, अण्णो एगो य नाणमित्तोऽहम् । सुद्धो एस विअप्पो, अविअप्पसमाहिसंजणओ ।।
૧૨. તેનાત્મવર્ગનાનાંકો, જ્ઞાનેનાન્તમુદ્યો મવેત્ द्रष्टगात्मता मुक्ति - र्दृश्यैकात्म्यं भवभ्रमः । ।
Jain Education International
---
ધર્મપરીક્ષા, ગાથા, ૧૦૩ (વિવેચન માટે ટીકા જુઓ).
૧૩. ર્મનેભ્યઃ સમસ્તેયો માવેભ્યો મિન્નમન્વદમ્। ज्ञस्वभावं उदासीनं पश्येदात्मानमात्मना ॥
– અધ્યાત્મોપનિષદ્, જ્ઞાનયોગ., શ્લોક ૫.
- તત્ત્વાનુશાસન, અ. ૫, શ્લોક ૨૪, (૧૬૪).
For Private & Personal Use Only
www.jainelibrary.org