SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ | આત્મજ્ઞાન અને સાધનાપથ અન્યત્ર પણ કહ્યું છે કે – નિશ્ચે શુદ્ધ સરૂપ કી, ચિંતન વારંવાર; નિજ સરૂપ વિચારણા, કરવી ચિત્ત મઝાર. અતિ થિરતા ઉપયોગ કી, શુદ્ધ સરૂપ કે માંહી; કરતાં ભવદુ:ખ સવિ ટલે, નિર્મલતા લહે તાંહીં. એહ ઉપયોગે વરતતાં, થિર ભાવે લયલીન; નિર્વિકલ્પ રસ અનુભવે, નિજ ગુણમાં હોય પીન. તિણ કારણ નિજ રૂપમાં, ફિરી ફિરી કરો ઉપયોગ, ચિહું ગતિ ભ્રમણ મિટાવવા, એહ સમ નહીં કોઈ જોગ.* – સર્વ શાસ્ત્રો અને સાધનાપદ્ધતિઓનું નવનીત ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણના મુખે અર્જુનને આ જ સલાહ મળી છે : “અંતર્મુખ થઈને ધીરે ધીરે મનને આત્મામાં સ્થાપવું અને અન્ય કંઈ ચિંતન ન કરવું. ચંચળ મન બહાર જાય કે ત્યાંથી પાછું વાળીને તેને ફરી ફરી આત્મામાં જ લાવવું.”° દિગંબરાચાર્ય શ્રી પૂજ્યપાદે પણ મુમુક્ષુને અનુરોધ કર્યો છે કે બહિરાત્મભાવ-દેહાદિ બાહ્ય વિષયોમાં ‘હું અને મારું એવી બુદ્ધિ-છોડી દઈને, અંતરાત્મભાવ-હું આત્મા છું, શરીરાદિનો સાક્ષી માત્ર છું’ એ વૃત્તિ–માં સ્થિર થઈ તેણે સર્વ-સંકલ્પવજિત પરમાત્માની ભાવના કરવી. ‘જ્ઞાનાર્ણવ’ના કર્તા શ્રી શુભચંદ્રાચાર્યે પણ સ્વાનુભવપૂર્વક ૬. સમાધિવિચાર/મરણ-સમાધિ-વિચાર, દુહા ૧૯૯, ૨૦૧, ૨૦૩, ૨ ૧૫. ૭. ને શનૈ૫રમે યુદ્ધચી વૃતિગૃહીતયા आत्मसंस्थं मनः कृत्वा, न किञ्चिदपि चिंतयेत्।। यतो यतो निःसरति, मनश्चञ्चलमस्थिरम् । ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत्।। – ભગવદ્ગીતા, અધ્યાય ૬, શ્લોક ૨૫-૨૬. ८. त्यक्त्वैवं बहिरात्मानमन्तरात्मव्यवस्थितः । भावयेत् परमात्मानं, सर्वसंकल्पवजितम् ।। – સમાધિતંત્ર, શ્લોક ૨૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy