________________
૪ આત્મજ્ઞાન અને સાધનાપથ
માનવીને અનુરોધ કર્યો છે કે “જાતને ઓળખો”– ‘માત્મા વિદ્ધિા' – ‘Know Thyself? જ્ઞાન થતાં સર્વ વૃષણા છીપે છે અને માનવી અહીં જ મુક્તિનો આસ્વાદ પામી શકે છે. તે વિના, ગમે તેટલું કષ્ટ સહન કરવા છતાં જીવાત્મા પોતાનાં ભવબંધન છેદી શકતો નથી. આ વાત કરતાં શ્રી આદ્ય શંકરાચાર્યે કહ્યું છે કે “ચાહે તો મહાન તીર્થોની યાત્રા કરો, દાન દો કે વ્રતનિયમ પાળો, પણ સર્વ મતપંથ સંમત એક વાત યાદ રાખજો કે જ્ઞાન વિના સેંકડો ભવે પણ મુક્તિ થવાની નથી.” ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણનાં વચનોમાં આ જ ધ્વનિ ગૂંજે છે. ઇસુએ પણ શ્રેયાર્થીને અનુરોધ કર્યો છે કે “તું સત્યને જાણી લે, તે તને મુક્તિ આપશે." જૈન દર્શનમાં પણ મુક્તિસાધનામાં જ્ઞાનને આવું જ ગૌરવભર્યું સ્થાન અપાયું છે. કહ્યું છે કે –
જ્ઞાની શ્વાસોચ્છવાસમાં, કરે કર્મનો ખેલ; પૂર્વકોડી વરસાં લગ, અજ્ઞાની કરે તે." કષ્ટ કરો સંજમ ધરો, ગાળો નિજ દેહ; જ્ઞાનદશા વિણ જીવને, નહિ દુ:ખનો છે.'
२. कुरुते गंगासागरगमनं व्रतपरिपालनमथवा दानम्।
ज्ञानविहीनः सर्वमतेन मुक्तिं न भजति जन्मशतेन ।।
–ભજગોવિંદમ, શ્લોક ૧૭.
3. ज्ञानं लब्ध्वा परां शांतिमचिरेणाधिगच्छति।
– ભગવદ્ગીતા, અ૮૪, શ્લોક ૩૯. જુઓ, શ્લોક ૩૩-૩૯. ૪. Ye shall know the Truth, and the Truth shall make you free.
—John 8 : 32. ૫. (૪) નં નાળ , વડું વડું વાસણો तं नाणी तिहिं गुत्तो, खवेइ उसासमेत्तेण॥ ।
– શ્રી બૃહત્કલ્પભાગ, ઉદ્દેશ ૧, ગાથા ૧૧૭૦. (ब) अज्ञानी तपसा जन्मकोटिभिः कर्म यन्नयेत्।
अन्तं ज्ञानतपोयुक्तस्तत् क्षणेनैव संहरेत्।। ज्ञानयोगस्तपः शुद्धमित्याहुर्मुनिपुंगवाः। तस्मान्निकाचितस्यापि, कर्मणो युज्यते क्षयः ।।
– અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર, શ્લોક ૧૬૨-૧૬૩. ૬. સવાસો ગાથાનું સ્તવન, ઢાળ ૩, ગાથા ૨૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org