SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનની પરખ અને પ્રાપ્તિ જેનાથી ચિત્તમાં કંઈક શુભ પરિવર્તન આવે તે શ્રવણ-વાચનશાસ્રાધ્યયન આત્મોન્નતિમાં ઉપયોગી મનાય. આપણે જોયું કે જ્ઞાનનું માપ શાસ્ત્રાધ્યયનની ન્યૂનતા કે વિપુલતા નથી. જે સત્ય અનેક ગ્રંથોમાંથી ન જડે તે કોઈક વાર એક-બે લીટીમાંથી પણ મળી જાય છે. સાચું જ્ઞાન પ્રાપ્ત થતાં ચિત્તના મળો ધોવાતા જાય છે. તેથી શાસ્ત્રજ્ઞાનને નહિ પણ ચિત્તની નિર્મળતાને જ્ઞાનનો માપદંડ કહી શકાય. ચિત્તની શુદ્ધિ, સમતા અને નિ:સ્પંદતા-આ ત્રણ, જ્ઞાનના ઉત્તરોત્તર વધુ ઉઘાડ સાથે આવતી, ચિત્તની અવસ્થાઓ છે. જૈન પરિભાષાનો ‘મનોગુપ્તિ’ શબ્દ એ ત્રણે અવસ્થાઓને આવરી લે છે. એટલે એમ કહેવું વધુ યુક્ત છે કે મનોગુપ્તિ એ જ્ઞાનની કસોટી છે. જ્ઞાનની કસોટી : મનોગુપ્તિ મનોગુપ્તિમાં આગળ વધાતું હોય તો સાધક માની શકે કે પોતે જ્ઞાનમાં ખરેખર પ્રગતિ કરી રહ્યો છે. શાસ્ત્ર મનોગુપ્તિની ત્રણ કક્ષાઓ બતાવી છે : ૧. આર્ટ-રૌદ્રધ્યાનમાં ઘસડી જનાર સંકલ્પ-વિકલ્પનો વિયોગ, એ પ્રથમ કક્ષા; ૨. ધર્મધ્યાનને પ્રવાહિત કરી દેતી શાસ્ત્રાનુસારિણી મધ્યસ્થ પરિણતિ એ બીજી; અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy