________________
૨૦/આત્મજ્ઞાન અને સાધનાપથ
૩. કુશળ-અકુશળ સકલ મનોવૃત્તિઓના નિરોધપૂર્વક સ્વરૂપમાં સ્થિતિ — આત્મારામતા, એ ત્રીજી કક્ષા.
૧
આ રીતે, મનોગુપ્તિમાં પ્રગતિ થતાં, સાધકનું ચિત્ત ઉત્તરોત્તર અધિક નિર્મળ, શાંત અને સ્વસ્થ થતું જાય છે. પ્રથમ ચિત્તની નિર્મળતા, પછી સમત્વજન્ય સ્થિરતા અને ત્યાર બાદ આત્મામાં તન્મયતા આવે છે. આત્મિક વિકાસના આ ક્રમનું અહીં સૂચન છે. ઊંડાણથી વિચારતાં સમજાશે કે મુક્તિ પર્યંતની સમગ્ર સાધનાને મનોગુપ્તિમાં અહીં આવરી લીધી છે.
ટૂંકમાં, એમ કહી શકાય કે સાધનામાં કે જ્ઞાનપ્રાપ્તિમાં પ્રગતિ એટલે મનોગુપ્તિમાં ક્રમશ: આગળ વધવું તે. આ જ વાત લોકભાષામાં કહીએ તો ૧. વિમુક્તત્વનાના ં, સમત્વે સુપ્રતિષ્ઠિતમ્। आत्मारामं मनस्तज्ज्ञैर्मनोगुप्तिरुदाहृता ।।
टीका- आर्तरौद्रध्यानानुबंधिकल्पनाजालवियोगः प्रथमा । शास्त्रानुसारिणी धर्मध्यानानुबन्धिनी माध्यस्थ्यपरिणतिर्द्वितीया । कुशलाकुशलमनोवृत्तिनिरोधेन योगनिरोधावस्थाभाविनी आत्मारामता तृतीया । યોગશાસ્ત્ર, પ્રકાશ ૧, શ્લોક ૪૧. એક જ મનોગુપ્તિની અહીં ત્રણ કક્ષા પાડી છે, તેમ તેમાંની પ્રત્યેક કક્ષામાં પણ તારતમ્યવાળી અનેક ભૂમિકાઓ રહેવાની. છતાં, એ બધી અવસ્થાઓનો સમાવેશ ત્રણ જ કક્ષામાં કરવા માટે, એ ત્રણમાંની પ્રત્યેક કક્ષાની વ્યાપક સીમારેખા આંકવી હોય તો એમ કહી શકાય કે
પ્રથમ કક્ષા
આર્ત-રૌદ્રધ્યાનની પરંપરા સર્જનારા સંકલ્પ-વિકલ્પથી બહુધા મુક્ત ચિત્ત;
બીજી કક્ષા — ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થઈ શકે એવું સમત્વવાસિત ચિત્ત, અને ત્રીજી કક્ષા
આત્મારામતા.
—
-
Jain Education International
ચૌદમા ગુણસ્થાનકના અંતે આવતી યોગનિરોધાવસ્થા એ ત્રીજી કક્ષાની ટોચ–આત્મારામતાની પરાકાષ્ઠા-ની અવસ્થા છે. ત્રીજી કક્ષામાં આત્મારામતાની એકલી એ ટોચની અવસ્થાનો જ નહિ પણ તેનાથી નીચેની ઓછીવત્તી આત્મારામતાવાળી અનેક ભૂમિકાઓનો સમાવેશ થાય છે—કરવો પડે. દા. ત., સયોગી કેવળીની તેરમા ગુણસ્થાનકની સ્થિતિનો સમાવેશ કઈ કક્ષામાં કરવો ઉચિત છે? જો ત્રીજી કક્ષા ચૌદમા ગુણસ્થાનકના અંતે આવતી યોગનિરોધાવસ્થાની જ હોય તો કેવળજ્ઞાનીને પણ મનોગુપ્તિની બીજી કક્ષામાં મૂકવા પડે, જે ઇષ્ટ નથી. એ જ રીતે, ધ્યાન પછીની સમાધિની સ્થિતિ કે જ્યાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા થઈ ગઈ હોય એવી આત્મારામતાનો સમાવેશ પણ ત્રીજી કક્ષામાં જ કરવો રહ્યો.
For Private & Personal Use Only
www.jainelibrary.org