SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ આત્મજ્ઞાન અને સાધનાપથ યશ-અપયશ વિશ્વાસ – કર્મના આ નિયમમાં દૃઢ થઈ જાય તો એ વ્યક્તિ પાપવૃત્તિઓને છૂટો દોર આપી શકે ખરી? કે પોતાનાં સુકૃત્યોની જાણ કરવાની ઉત્સુકતા એને રહે ખરી? પોતાને પ્રાપ્ત સામગ્રી, ગુણો, ઐશ્વર્ય, શક્તિ, રૂપ, પ્રજ્ઞા, સુખ-દુ:ખ, એ બધું પોતાનાં જ તેવાં તેવાં કર્મના ક્ષય, ક્ષયોપશમ કે ઉદયાનુસારે છે અને, પોતાને આવતાં દુ:ખમાં બીજા તો નિમિત્તમાત્ર છે, એ સમજણ દૃઢ થવાથી કષાયની ઉપશાંતિ સહજ બને અને, સારી સામગ્રીનો ગર્વ કે મદ ન થાય કે ન નરસી અવસ્થા માટે બીજાનો દોષ કાઢવાની વૃત્તિ ઊઠે, પોતે ગુણી છતાં અપમાન, અપયશ કે પોતાની નિંદા થાય અને પોતાનાથી હીન ગુણીને માન-મરતબો, અધિકાર કે સંપત્તિ મળે, ત્યાં પણ ‘આ બધીપુણ્ય-પાપની લીલા છે' એ વિચાર આવે; પરિણામે, સમત્વ જાળવવું સુલભ બને. — આમ, કર્મવિષયક સાહિત્યના જ્ઞાનથી પોતાને પ્રાપ્ત સ્થિતિમાં ગર્વ કે દીનતા ન થતાં તેને પ્રસન્નતાથી વધાવી લેવાનું ધૈર્ય મળે, બીજા જીવોના અનિવાર્ય દોષો પ્રત્યે સહાનુભૂતિભરી દૃષ્ટિ જાગે, સુખી-ગુણી આત્માઓ પ્રત્યે ઇર્ષ્યા-મત્સરની લાગણી ન થાય અને પાપી અધમ જીવો પ્રત્યે પણ તિરસ્કાર કે ધૃણાનો ભાવ ન જન્મે. આવું કંઈક થતું હોય તો સમજવું કે ઉપર્યુક્ત તે તે ગ્રંથોના અધ્યયન દ્રારા પોતે કંઈક જ્ઞાનપ્રકાશ મેળવી રહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy