________________
પરિશિષ્ટ : શાસ્ત્રાધ્યયનનું લક્ષ્ય/૧૭
સ્વરૂપપ્રાપ્તિ (મુક્તિ) અર્થે તાલાવેલી જાગે. આવું કશું ન થયું તો નવતત્ત્વનું એ અધ્યયન કેવળ પોપટપાઠ જ થયો ગણાય કે બીજું કંઈ?
ક્ષેત્રસમાસ, બૃહત્સંગ્રહણી (રૈલોક્યદીપિકા) નું અધ્યયન ચિત્તમાં કેવા ભાવ પ્રેરે? એક તિર્જીલોકમાં જ અસંખ્ય પિસમુદ્રો, અને તે પણ કેટલા વિરાટકાય! અને કલ્પનાને પણ થકવી નાખે એટલા વિસ્તારમાં પથરાયેલો આ તિચ્છલોક પણ જેની પાસે વામણો લાગે એવા ઊર્ધ્વલોક અને અધોલોક! કેટલું મોટું છે આ વિશ્વ! આ વિરાટ વિશ્વમાં વ્યક્તિનું સ્થાન દરિયાકાંઠાની રેતીના એક કણ જેટલું પણ કહી શકાય ખરું? આ બધું નજર સામે તરવરતું દેખાય, પછી વ્યક્તિને પોતાનાં ક્ષણિક અલ્પ સુખ-દુ:ખ ઉન્માદ કે ગ્લાનિ જન્માવી શકે ખરાં? પોતાની આકાંક્ષાઓ, પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ કે નિષ્ફળતાઓનું વિશ્વમાં મહત્ત્વ શું?
આમ, વૈલોકયદીપિકાના, અધ્યયનથી કાળ અને સ્થળની વિરાટતાનું ભાન જાગે, પોતાની અલ્પતા-લઘુતા સમજાય, ફલત: નમ્રતા પ્રગટે તો આધ્યાત્મિક ક્ષેત્રે એ “જ્ઞાન” તરીકે ગણનાપાત્ર બને. નહિતર, આજની (સ્કૂલો અને કૉલેજોમાં) ભૂગોળ ભણનાર વિદ્યાર્થી આધુનિક વિજ્ઞાનમાન્ય, વર્તમાનમાં દૃષ્ટ, પૃથ્વીનાં શહેર, ગામડાં, નદીઓ, પર્વતો વગેરે ગણાવી શકે છે, અને પેલો, આજે માનવીને જે અદષ્ટ છે તે સૃષ્ટિનાં નદીનાળાં, દરવાજા, જગતિ, પર્વતો વગેરે ગણાવી જવાની આવડત મેળવે છે, એ બેમાં ફેર કયાં? એ માહિતીનો બોજ તો વ્યર્થ ન ગણાય–જો એ શુદ્ધિને માર્ગે લઈ જતો હોય. વૃત્તિમાં–જીવનદષ્ટિમાં કંઈક પણ શુભ પરિવર્તન થતું હોય તો જાણવું કે એ અધ્યયનથી ચિત્તમાં કંઈક જ્ઞાનનાં કિરણો પ્રગટયાં છે.
કર્મગ્રંથ, કમ્મપયડીનું જ્ઞાન એટલે? જેમ આધુનિક અણુવિજ્ઞાનથી યુરેનિયમ જેવી ધાતુના એકેએક અણુમાં રહેલી પ્રચંડ શક્તિનું ભાન થાય છે, તેમ કમ્મપયડી કે કર્મગ્રંથના અધ્યયનથી કાર્પણ અણુઓનું સામર્મ સમજાય અને વિશ્વવ્યવસ્થાનો ‘વાવો તેવું લણો’–‘કરો તેવું પામો’-એ મહાનિયમ સમજાઈ જાય; કોઈ ન જાણે એ રીતે, ગુફામાં પેસીને પણ, કાંઈ કરીએ-એક વિચારસુદ્ધાં કરીએ-તોયે એનું ફળ અચૂક મળવાનું – એ સનાતન નિયમમાં વિશ્વાસ દઢ બને.
માણસને પોતાની પ્રવૃત્તિ-કાર્યો–અનુસાર ફળ મળે જ છે એટલું જ નહિ, સારો કે નરસો વિચાર પણ એનું પરિણામ તે વ્યક્તિના બાહ્ય જીવનમાં અચૂક જન્માવે છે, એ વિશ્વાસ જેવો વિશ્વાસ ગણિતના નિયમોમાં છે તેવો અટલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org