________________
३४
ઈચ્છતા વાચકોને તે મેળવવામાં ઘણી મુશ્કેલી રહે છે. પૂજ્યશ્રીનાં બધાં જ પુસ્તકો એક જ સ્થળેથી પ્રકાશિત થાય તો આ પરિસ્થિતિ ટાળી શકાય એમ મને લાગ્યા કરતું હતું. મુમુક્ષુઓ અને વિપશ્યના'ના પ્રકાશનના અનુભવથી પ્રેરાઈને, એ વિચારને સાકાર સ્વરૂપ આપવાનો એક ઊમળકો મારા અંતરમાં જાગ્યો કે એવું કંઈક આયોજન હું કાં ન કરું? મારી અભિલાષા પૂજ્યશ્રી આગળ વ્યક્ત કરી, પ્રકાશન માટે તેઓશ્રીની અનુમતિ મેં માગી. જે મળી જતાં, જ્ઞાનજ્યોત ફાઉન્ડેશનની સ્થાપના કરી ઈ. સ. ૧૯૮૮ માં અચિત ચિંતામણી નવકારના પ્રકાશનથી આ પ્રવૃત્તિનું મંગળાચરણ કર્યું છે. આજે મુનિશ્રીનું બીજું પુસ્તક –“આત્મજ્ઞાન અને સાધનાપથ” આપના હાથમાં મૂકતાં હર્ષ અનુભવું છું.
કદાચ તમે પૂર્વે પૂજ્ય મહારાજશ્રીનાં પુસ્તકોના વાંચન કે પ્રત્યક્ષ સત્સંગ દ્વારા તેઓશ્રીનું માર્ગદર્શન મેળવ્યું હોય અને તેના સહારે આત્મવિકાસના માર્ગે કંઈક અંશે પ્રવૃત્ત પણ થયા હો, તો સંભવ છે કે મારી જેમ તમે પણ આ પુસ્તકો વધુ ને વધુ હાથોમાં પહોંચે એમ ઇચ્છતા હો. તો પૂજ્યશ્રીના પુસ્તકો વધુ લોકો સુધી પહોંચાડવાના જ્ઞાનજ્યોતના પ્રયાસમાં સહભાગી થવા મારું તમને પ્રેમભર્યું આમંત્રણ
આ પુસ્તકના પ્રકાશનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનેક મિત્રોનો સાથ-સહકાર મને મળ્યો છે તે માટે તે સૌનો હું ઋણી છું. આ પુસ્તકનું વાંચન, મનન મુમુક્ષુઓને આત્મસાધનામાં પ્રેરક નીવડી, તેમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ ભણી દોરી જાય એ મંગળ ભાવના. શેઠના હાઉસ,
– રતિલાલ સાવલા ૧૩, લેબર્નમ રોડ, ગામદેવી, મુંબઈ - ૪૦૦ ૦૦૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org