SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ “જાગીને જોઉં તો જગત દીસે નહિ!”| ૭૧ આજે ભૌતિક વિજ્ઞાનીઓ કહે છે કે એક જ સ્થાને એક સમયે અનેકાનેક જગત, અસ્તિત્વ કે સ્તર એકબીજાની અંતર્ગત રહેલા છે. તમે ચેતનાનું સ્તર બદલી શકો તો એક સ્તરમાંથી બીજા સ્તરમાં પ્રવેશી શકો છો. આ બધાં જગત ક્યાં છે?' નો જવાબ એ છે કે તે બધાં ‘અહીં જ છે!' એ બધાં આપણા જગત સાથે જ એની અંતર્ગત રહેલાં છે. “The most acceptable explanation is the existence of an infinity of worlds all operating at different frequencies, one of which is this physical world.” જે રીતે ઇલેક્ટ્રોમૅગ્નેટિક સ્પેક્ટ્રમમાં ભિન્ન ભિન્ન તરંગલંબાઈઓ અને ફ્રિક્વન્સીઓ એક જ સમયે સમાન અવકાશમાં સાથે રહી શકે છે, તે જ રીતે આ અસ્તિત્વો પણ એકબીજા સાથે રહે છે. અસ્તિત્વ-ક્ષેત્ર એ કોઈ ભૌતિકભૌગોલિક સ્થળ નથી. તે હોવા’ની એક સ્થિતિ વિશેષ છે – “A plane of being is not a place, it is a state of being.” અર્થાત આપણને અનુભવમાં આવતું જગત એ માત્ર આપણી ચેતનાની જ સૃષ્ટિ છે-આભાસ છે, ભ્રાન્તિ છે, સ્વપ્ન છે. બર્કલીના શબ્દોમાં કહીએ તો “સમસ્ત અવકાશી પદાર્થો અને પૃથ્વી પરનો સઘળોયે સાજ-સરંજામ મળીને જે વિરાટવિશ્વનું ચિત્ર આપણી સમક્ષ ઊપસે છે તેમાં મન સિવાયનું કોઈ તત્ત્વ/ સત્ત્વ નથી.” ઉપાધ્યાય યશોવિજ્યજીના શબ્દો છે : “ભવપ્રપંચ મનજાળ કી બાજી જૂઠી મૂળ.” મહર્ષિઓએ કરેલ આ વાત આધુનિક વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં પણ કેટલી યથાર્થ છે! દેહાત્મભ્રમ “મહાન જર્મન ગણિતજ્ઞ લીબનિઝે (Leibnitz) લખ્યું છે કે હું એ પુરવાર કરી શકું છું કે માત્ર પ્રકાશ, રંગ, ગરમી વગેરે જ નહિ પણ ગતિ, and the violet, ... It is evident, therefore, that ... what man can perceive of the reality around him is distorted and enfeebled by the limitations of his organ of vision. The world would appear far different to him if his eyes were sensitive, for example, to X-rays. -- Lincoln Barnett, The Universe and Dr. Einstein, pp. 19-21 (Signet edition, 1964). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy