________________
૭૨ આત્મજ્ઞાન અને સાધનાપથ
...અવકાશ અને બતાવી આપી
આકૃતિ અને ક્ષેત્ર-વિસ્તાર સુધ્ધાં આભાસિક ગુણો છે.” જેમ આપણી ષ્ટિ આપણને જણાવે છે કે ગૉલ્ફનો દડો સફેદ છે. તેમ દૃષ્ટિ સાથે ભળીને આપણી સ્પર્શેન્દ્રિય કહે છે કે તે ગોળ, સુંવાળો અને નાનો છે-જેને રૂઢિથી આપણે સફેદ કહીએ છીએ એની જેમ જ આ બધા ગુણોનું પણ આપણી ઇન્દ્રિયોથી નિરપેક્ષપણે કોઈ અસ્તિત્વ નથી. સમય પણ અંત:કરણના જ આવિષ્કારો છે એ આઇન્સ્ટાઇન તો આ તર્કને આથીયે આગળ લઈ ગયા; રંગ, રૂપ કે આકૃતિ અને પરિમાણની આપણી સંકલ્પનાઓની જેમ જ અવકાશ અને સમયને પણ ચેતનાથી જુદાં પાડી ન શકાય. ...આમ, ધીરે ધીરે, ફિલસૂફો અને વિજ્ઞાનીઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે દરેક પદાર્થ તેના ગુણોનો સરવાળો જ માત્ર છે અને ગુણોનું અસ્તિત્વ તો કેવળ મનમાં જ હોવાથી, પરમાણુઓ અને તારાઓનું બનેલું પુદ્ગલ અને ઊર્જામય બહાર દેખાતું સમગ્ર વિશ્વ ઇન્દ્રિયજનિત રૂઢ સંકલ્પનાઓનું જ સર્જન છે; એને ચેતનાના આવિષ્કાર સિવાયનું અન્ય કોઈ અસ્તિત્વ નથી.”
,,૭
આમ, સ્થૂલ શરીરનો આપણે જે અનુભવ કરી રહ્યા છીએ તે પણ માત્ર મનોમય જ છે. વાસ્તવમાં તો એ આપણી ઇન્દ્રિયો પાસેથી મળતા અસંખ્ય સંકેતોનું આપણા ચિત્તે કરેલું સંકલન અને અર્થઘટન માત્ર છે.
આપણી ઇન્દ્રિયો તેમની મર્યાદિત ક્ષમતાને લીધે કેવી ભ્રાંતિ સર્જી શકે છે તેનું ચાલુ ઉદાહરણ ચલચિત્ર છે. સિનેમા થિયેટરમાં બેસીને ચલચિત્ર જોઈ રહેલા પ્રેક્ષકોને ચિત્રપટ/પડદો દેખાતો નથી. પ્રોજેક્ટરમાંથી નીકળતા પ્રકાશની આડે ચિત્રપટ્ટી-ફિલ્મની રીલ–ફરતી રહે છે તેને કારણે પડદા પર ચિત્રોની હલચલનો એક આભાસ રચાય છે. એ આભાસને લીધે, ત્યાં રહેલ પડદો-જેનું વાસ્તવિક અસ્તિત્વ છે- પ્રેક્ષકોને દેખાતો નથી. ચિત્રપટ્ટી પરનાં ચિત્રો સ્થિર હોય છે. છતાં તેમના અત્યંત ઝડપી પ્રક્ષેપને કારણે હાલતી-ચાલતી આભાસિક ‘જીવંત’ ચિત્રસૃષ્ટિ પ્રેક્ષકોની આંખ સમક્ષ ખડી થાય છે ને તેમાં તન્મય રહેવાથી પડદાનું ભાન તેમને થતું નથી; એ જ પ્રમાણે, ઇન્દ્રિયો અને મન દ્વારા થતા દેહના ભ્રામક બોધની ઓથે, આપણે આપણા સત્ય સ્વરૂપનો બોધ પામી શકતા નથી.
૭. Lincoln Barnett, The Universe and Dr. Einstein, pp 18-19, (Signet edition, 1964).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org