________________
જાગીને જોઉં તો જગત દીસે નહિ!”| ૭૩
કેવા કુંઠિત બોધના સહારે આપણે જીવી રહ્યા છીએ!
આ થઈ આપણી ઇન્દ્રિયોની મર્યાદિત ક્ષમતાને કારણે સર્જાતી ભ્રાન્તિની વાત. ઇન્દ્રિયો દ્વારા આપણને પ્રાપ્ત થતું જ્ઞાન બીજી રીતે પણ કુંઠિત થયેલું હોય છે. ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય બધી જ માહિતી આપણા ચિત્ત સુધી પહોંચતી નથી. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે આપણી ઇન્દ્રિયો એ બાહ્ય જગતનું જ્ઞાન કરવા માટેની ‘બારીઓ’ છે. કિંતુ, આ દૃષ્ટિબિંદુ કંઈક અંશે સાચું હોવા છતાં તે સંપૂર્ણ સત્ય નથી; કારણ કે સમગ્રપણે જોતાં આપણી જ્ઞાનેન્દ્રિયો અને નાડીતંત્રનું મુખ્ય કામ ‘બિનજરૂરી માહિતીને આંતરી લેવાનું છે!
જેમ કોઈ વર્તમાનપત્રની ઑફિસમાં દુનિયાભરમાં પથરાયેલા તેના ખબરપત્રીઓ દ્વારા તેમજ અન્ય સમાચાર-સેવાઓ દ્વારા તાર, ટેલિફોન, ટૂંકકોલ, ટેલેક્ષ, ટપાલ આદિ દ્વારા સતત ઠલવાય જતા સમાચારોમાંથી એ વર્તમાનપત્રનો તંત્રી, પોતાના છાપાની નીતિ અનુસાર થોડા ‘ઉપયોગી' સમાચાર તારવી કાઢે છે તેમ, આપણી ઇન્દ્રિયો અને નાડીતંત્ર બાહ્ય જગત વિશેની પ્રાપ્ત માહિતીમાંથી આપણા માટે ‘અનુપયોગી માહિતીને આંતરી લઈ, ચિત્ત પાસેથી મળતા સંકેતો અનુસાર તારવેલી અત્યંત અલ્પ માહિતીને જ આપણા મગજના પડદા પર ચમકાવે છે. આપણા જીવનનાં ધારણ-પોષણ, ઉછેર, વ્યવસાય, વય, પૂર્વગ્રહો, ગમા-અણગમા, જન્માંતરના સંસ્કાર આદિ અનુસાર આપણું ચિત્ત આપણા માટે શું કામનું અને શું ‘નિરુપયોગી’ એ વિભાગ કરે છે ને એના ઈશારે પછીનું કામ નાડીતંત્ર અને ઇન્દ્રિયો સ્વયં સંભાળી લે છે. જો પ્રતિક્ષણ પ્રાપ્ય બધી જ માહિતી આપણા ચેતનચિત્તમાં ઠલવાય જાય તો એ નિરર્થક માહિતીને સંભાળી ન શકીએ અને જીવવું મુશ્કેલ બને આવી રહેલ ભયોને આપણે સમયસર ન કળી શકીએ. દા. ત., પૂરપાટ ધસી આવતો ખટારો, અચાનક કડડભૂસ થઈને તૂટી પડતું ઝાડ. આથી આપણી ઇન્દ્રિયોની સંરચના એ રીતે થયેલી છે કે સલામતીસભર એકસરખી પરિચિત માહિતીની નોંધ પડતી મુકાય છે અને ફેરફાર ઝટ પકડાય છે. દા. ત., નવા વાતાવરણમાં પ્રવેશતાં ત્યાંની ગંધ તરફ આપણું ધ્યાન જાય છે, પણ લાંબો વખત ત્યાં પસાર થાય તો એ ગંધનો આપણને ખ્યાલ સરખો નથી આવતો. ટ્રેનના પાટા કે હવાઈમથકની નજીક રહેતા લોકો રાત્રે ઘસઘસાટ ઊંધી શકે છે એનું કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org