________________
૭૪ આત્મજ્ઞાન અને સાધનાપથ
એ હોય છે કે ત્યાં વસવાટ કરતા લોકોની શ્રોત્રેન્દ્રિય એ રોજિંદા પરિચિત અવાજના સંકેત મગજ સુધી પહોંચાડતી નથી, જેથી તેઓ નિરાંતે ઊંઘી શકે. જયારે એમને ત્યાં રાતવાસો કરતા મહેમાનોની ઊંઘ ટ્રેન/પ્લેનના આવાગમનના અવાજથી ડહોળાઈ જતી હોય છે. ખૂબી એ છે કે ત્યાંના નિવાસીઓની શ્રોત્રેન્દ્રિય ટ્રેનના કે વિમાનના પ્રચંડ અવાજની ઉપેક્ષા કરશે પણ તેમના નામનો કોઈ સાદ પાડે તો એના સંકેતો તે તરત જ મગજને પહોંચાડે છે, જેથી તેઓ જરૂરી પ્રતિક્રિયા આપી શકે. એ જ રીતે, ત્યાં વસતી માતાઓ ઉતરાણ કરતા વિમાનની ધણધણાટી વખતે નિરાંતે ઊંઘતી રહે છે પણ બાજુના ખંડમાં સૂતેલા તેના બાળકના આછા અવાજથીયે જાગી જાય છે.
“ઇન્દ્રિયોની શારીરિક રચના જ એ પ્રકારની છે કે જેથી ‘બિનજરૂરી અને નકામી' માહિતીને તારવી કાઢી આપણા સુધી પહોંચતી રોકવી એ જાણે એમનું કર્તવ્ય હોય. મુખ્યત: જાણે આપણું જીવન ટકાવી રાખવાના ઉદ્દેશને અનુલક્ષીને તારવી કાઢેલી માહિતી ઇન્દ્રિયો આપણને પહોંચાડે છે.”
}} =
“દેહધારણ અને જીવનના રોજિંદા વ્યવહારની સુગમતા અર્થે, આપણને પ્રાપ્ય માહિતીના ધોધમાંથી મગજ અને નાડીતંત્રની ચાળણીમાંથી ચળાઈ-ગળાઈને જે અસલ્પ માહિતી આપણા ચિત્ત સુધી પહોંચે છે એ સીમિત બોધને કોઈ એક ઢાળામાં ઢાળીને તેની અભિવ્યક્તિ અન્ય આગળ કરવા માટે માનવીએ સંજ્ઞાઓ અને સંકેતોની અટપટી પ્રક્રિયાઓ વિકસાવી છે, જેને આપણે ભાષાનું નામ આપીએ છીએ. દરેક માનવી ભાષાની આ પરંપરાથી જેમ લાભ પામે છે તેમ સાથોસાથ તેનો શિકાર પણ બને છે. લાભ એ કે ભાષા દ્વારા તે અન્ય વ્યક્તિઓના અનુભવના સંચયમાંથી બોધ મેળવી શકે છે; ને તેનો શિકાર બને છે તે એ
૮. It is the function of sensory systems, then, by their physiological design to reduce the amount of "useless and irrelevant" information reaching us and to serve as selection systems. The information input through the senses seems to be gathered for the primary purpose of biological survival.
Jain Education International
Robert E. Ornstein, The Psychology of Consciousness, p. 39 (Penguin Books, 1984).
—
For Private & Personal Use Only
www.jainelibrary.org