________________
“જાગીને જોઉં તો જગત દીસે નહિ!” / ૭૫
રીતે કે, ભાષામાં બદ્ધ થયું હોય એટલું જ કુલ જ્ઞાન છે એવું માનવા તે પ્રેરાય છે, જે, સત્ય વિશેની તેની ધારણાને વિકૃત કરી નાખે છે અને, તેની સંકલ્પનાઓ (concepts)ને જ, હકીકતો માની લેવા તેને પ્રેરે છે. ધર્મની પરિભાષામાં જેને ‘ઇહલોક’ કહેવામાં આવે છે તે બીજું કશું નથી પણ ચળાઈ-ગળાઈને આપણને મળેલ અત્યલ્પ માહિતીના આધારે આપણે કરેલ વિશ્વની સંકલ્પના, કે જે ભાષા દ્વારા અભિવ્યક્ત થયેલ હોય અને તેની સાથોસાથ વિકૃત પણ. ...મોટા ભાગના માણસો બહુધા તેટલો જ બોધ પામે છે જેટલો તેમના ચિત્ત સુધી ચળાઈ-ગળાઈને પહોંચેલ હોય છે અને તેમની સ્થાનિક બોલીએ/ભાષાએ અસલી સત્યરૂપે જેનો અભિષેક કર્યો હોય છે. તે છતાં, અમુક વ્યક્તિઓ જ્ઞાનને આંતરતી મન અને ઇન્દ્રિયોની આ ગાળણીને પડખે હડસેલી દેવાની ક્ષમતા સાથે જાણે જન્મી હોય છે. બીજી કેટલીક વ્યક્તિઓ અનાયાસ કે પ્રયત્નપૂર્વકની યોગસાધના મારફત કે હીપ્નોસિસ દ્વારા કે કોઈ જડીબુટ્ટી યા માદક દ્રવ્યો વડે થોડા વખતપૂરતી એ ક્ષમતા મેળવે છે. એવી કાયમી કે અલ્પજીવી ક્ષમતા વડે, સમસ્ત વિશ્વમાં જે કંઈ બની રહ્યું છે એનું પૂર્ણજ્ઞાન પ્રાપ્ત થાય છે એવું તો નથી બનતું, કારણ કે, જ્ઞાનપ્રાપ્તિની આડે રહેલા પ્રકૃતિગત અવરોધો-જે પોતાનું કાર્ય તો કર્યે જ રાખે છે-તેનો સમૂલ નાશ એ ક્ષમતા કરતી નથી ) પણ, ચળાઈ-ગળાઈને મળતા બોધ-જેને આપણાં સાંકડાં મન સત્યનું પૂર્ણ કે, છેવટે, પૂરતું ચિત્ર સમજી બેઠાં હોય છે તેના કરતાં કંઈક વધુ અને ખાસ તો એના કરતાં કંઈક જુદા જ પ્રકારનો, બોધ પ્રાપ્ત થાય છે.” ““જ્ઞાનપ્રાપ્તિનાં દ્વાર – મન અને ઇન્દ્રિયો – ને જો પરિશુદ્ધ કરવામાં આવે તો માણસ બધું યથાર્થ સ્વરૂપે અનંત રૂપે જોઈ શકે.”
આપણું જગત, આપણું સર્જન
વીસમી સદીના પદાર્થવિજ્ઞાને અને ખગોળવિજ્ઞાને એ વાત છતી કરી આપી છે કે જગતનો આપણો અનુભવ દ્રષ્ટા-સાપેક્ષ (subjective) હોય
૯. Aldous Huxley, The Doors of Perception, (New York : Harper & Row, 1954) pp. 22-24.
૧૦. To repeat William Blake : “If the doors of perception were cleansed, man would see everything as it is, infinite." - Quoted in 'The Psychology of Consciousness' by Robert Ornstein, p. 154.
Jain Education International
For Private & Personal Use Only
""
www.jainelibrary.org