________________
૭૦ આત્મજ્ઞાન અને સાધનાપથ
નાભિની એક અબજ પરિક્રમા કરી લે છે! કિંતુ, આપણી આંખની મર્યાદિત ક્ષમતાને કારણે આપણે એની ગતિ જોઈ શકતા નથી; અને, અત્યંત વેગથી ફરતા પંખાનાં છૂટાં પાંખિયાંના સ્થાને આપણને એક વર્તુળ જ દેખાય છે તેમ, પ્રચંડ વેગથી ગતિશીલ રહેતા આશુ-પરમાયુક્ત પદાર્થ, ૯૯૦૯ શૂન્યાવકાશવાળા હોવા છતાં, આપણને ઘન ભાસે છે.
ભ્રાન્તિ શાથી સર્જાય છે?
આપણને દશ્ય અને પ્રત્યક્ષ” અનુભવમાં આવતું, જગત એ ભિન્ન ભિન્ન લંબાઈ / વેવલેંગ્ય અને કંપની ફ્રિક્વન્સી” ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગો-electro-magnetic radiation-ની રમત છે એમ વિજ્ઞાન કહે છે. એમાંથી અતિ અલ્પ તરંગો જ આપણી ઇન્દ્રિયોથી ગ્રાહ્ય છે. આપણા કાન એક સેકંડે ૧૬ થી ૩૨,૭૬૮ કંપનવાળા તરંગો જ પકડી શકે છે. એથી વધુ કંપન‘ફ્રિક્વન્સી ધરાવતા તરંગો આપણને અશ્રાવ્ય રહે છે. એવું જ આપણી આંખનું છે. કાનની જેમ આંખ પણ અમુક-૦૦૦૦૦૦૪ સેન્ટિમીટરથી માંડીને ૦૦૦૦૦૭ સેન્ટિમીટર લંબાઈવાળા-તરંગો જ પકડી શકે છે. એથી ઓછાવત્તા લાંબા તરંગો ધરાવતી વસ્તુ આપણને દેખાતી નથી. અન્ય ઇન્દ્રિયોને પણ પોતપોતાની મર્યાદા છે. દા. ત., આપણી ધ્રાણેન્દ્રિય. કોઈ વ્યક્તિ જયાંથી માત્ર પસાર જ થઈ હોય ત્યાં પણ તેના શરીરની વિશિષ્ટ ગંધના પુલો બાર-ચૌદ કલાક કે તેથી થોડા વધુ સમય સુધી એટલા વિપુલ પ્રમાણમાં રહેલા હોય છે કે તેને કૂતરાની તીવ્ર ઘ્રાણેન્દ્રિય પરખી કાઢે છે અને ગુનેગારના સગડ મેળવી આપે છે. કિંતુ આપણું નાક એ ક્ષમતા નથી ધરાવતું. તેથી આપણને એ ગંધનો કોઈ બોધ જ નથી થતો. આપણી ઇન્દ્રિયો પકડી શકે છે તેની બહારના તરંગો દા. ત. ક્ષ-કિરણો, ઓળખવાની ક્ષમતા જો આપણને પ્રાપ્ય બને, તો કોઈ જુદી જ સૃષ્ટિ આપણી સમક્ષ છતી થાય એ વાત આજે વિજ્ઞાન પણ કબૂલે છે. ટૂંકમાં, ઇન્દ્રિયો અને મન દ્વારા આપણે જેનો અનુભવ કરીએ છીએ તે જ એકમાત્ર અસ્તિત્વ નથી.
$. These philosophical subtleties have a profound bearing on
modern science. ...For the human eye is sensitive only to the narrow band of radiation that falls between the red
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org