________________
“જાગીને જોઉ તો જગત દીસે નહિ!”| ૬૯
જો આપણે કોઈ તારા પર પહોંચી ગયા હોઈએ, અને ત્યાંથી આપણી પૃથ્વી પરના જીવનની ગતિવિધિ નિહાળી શકતા હોઈએ તો, પૃથ્વી પર આપણને અર્વાચીન સંસ્કૃતિનાં દર્શન ન થાય; પણ સંભવ છે કે કોઈ પ્રાચીન સંસ્કૃતિ – દા. ત. ઇજિપ્તની સંસ્કૃતિ–વખતનું જનજીવન આપણે આજે ત્યાંથી જોતા હોઈએ.
પીવાના પાણીના માટલામાંથી પાણી લઈને તેને નરી આંખે જોઈએ તો તે પારદર્શક નિર્જીવ પ્રવાહીથી વિશેષ કશું હોવાનો બોધ આપણને નથી થતો. પણ તેમાંથી એક ટીપું લઈને, સૂક્ષ્મદર્શક યંત્રની નીચે સ્લાઇડ પર મૂકીએ તો? વિવિધ પ્રકારના જંતુઓથી એ ખદબદતું દેખાશે. એ જ રીતે, આધુનિક શક્તિશાળી ટેલિસ્કોપમાંથી અવકાશ ભણી નજર નાખીએ તો, તારાવિશ્વ પર તારાવિશ્વ આપણને દેખાય–જેનું પહેલાં આપણા માટે કોઈ અસ્તિત્વ જ નહોતું. ખરેખર, ભૌતિક જગતની વાસ્તવિકતા જોવા/અનુભવવા માટે આપણી ઇન્દ્રિયો સક્ષમ નથી જ. ઉદાહરણ તરીકે પ્રાત:કાળે આપણને થતા સૂર્યોદયનાં દર્શન, ને તે પછી પૂર્વથી પશ્ચિમ તરફ સૂર્યનું ગમન અને સંધ્યા સમયે થતો સૂર્યાસ્ત એ સઘળો આપણી દૃષ્ટિનો ભ્રમ છે. વાસ્તવમાં સૂર્ય તો સ્થિર જ છે, પણ પૃથ્વી પોતાની ધરીની આસપાસ ઘૂમતી રહે છે એના કારણે અમૂક વખત સુધી સૂર્ય આપણી દષ્ટિમર્યાદાની બહાર રહે છે, જેના લીધે આપણે તેનો ઉદય-અસ્ત થતો અને દિવસ દરમ્યાન પૂર્વથી પશ્ચિમ તરફ સૂર્યને ગતિ કરતો જોઈએ/ અનુભવીએ છીએ. એ જ રીતે ક્ષિતિજ પર ધરતી અને આકાશનું મિલન, ચાલતી ટ્રેને બહાર નજર કરતાં દોડતાં દેખાતાં નજીકનાં ઝાડ, જુદી જુદી સ્થિર છબીઓના ઝડપી પ્રક્ષેપના કારણે દેખાતું ચલચિત્ર- એ આપણી આંખનો ભ્રમ છે.
તેમ, નક્કર અને સ્થિર ભાસતી સર્વ વસ્તુઓ એ પણ, જ્ઞાનપ્રાપ્તિના વિષયમાં આપણી ઇન્દ્રિયોની ક્ષમતાની મર્યાદાના કારણે સર્જાતી, ભ્રાન્તિ જ છે. આપણને નક્કર અને સ્થિર ભાસતા પદાર્થો વાસ્તવમાં અવકાશયાનના જેવી પ્રચંડ ગતિએ ઘૂમતા અણુ-પરમાણુના પુંજ માત્ર છે અને તેમાં ૯૯.૯ ભાગ તો શૂન્યાવકાશ જ છે એ વાત આપણે પૂર્વે કરી ગયા છીએ. આણુની અંદર રહેલ ઇલેકટ્રોન એક સેકંડના દશ લાખમા ભાગમાં આણુની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org