________________
૬૮ આત્મજ્ઞાન અને સાધનાપથ
કરવાનો હોય એ રૂમની ભીંતનાં રંગરોગાન ઝાંખાં પડી ગયેલાં હોય કે કોઈ ઠેકાણે પ્લાસ્ટર પણ થોડું ઉખડી ગયેલું હોય એની ચિંતા કોણ કરે છે? ભલું હોય તો આપણે એવી નોંધ જ નથી લેતા; અને કદાચ એના તરફ ધ્યાન જાય તોયે, “ક્યાં આપણે અહીં જિંદગી કાઢવી છે?” એમ કહી આપણે એની ઉપેક્ષા કરીએ છીએ. જ્યાં કશુંક લાંબી અવિધ સુધી ટકવાનું છે એવો આભાસ આપણા ચિત્તમાં રહેલો હોય ત્યાં જ આસક્તિ રહે છે. ક્ષણભંગુરતાનો જેમાં બોધ છે/અનુભવ છે તે પડછાયો, પવન, દરિયાનાં મોજાં અને પદાનીની ધૂપસેરમાં કે બીડી/સિગારેટના ધુમાડામાં રચાતી ક્ષણભંગુર આકૃતિઓને બાથ ભીડીને કોણ બેસે છે? આપણી કાયા પણ એવી જ અસ્થિર/ક્ષણભંગુર અનુભવાય તો તેમાંયે વળગણ ન રહે.
‘નજરે દીઠેલું’ પણ ખોટું!
આપણી ઇન્દ્રિયો આપણને જે અનુભવ કરાવે છે, જગત વિશેની જે માહિતી આપણને આપે છે, ને જગતનું જે ચિત્ર આપણી સમક્ષ રજૂ કરે છે તેવું જ જગત છે એમ માનીને સામાન્યત:, આપણે જીવનવ્યવહાર કરતા રહીએ છીએ એટલું જ નહિ, કોઈ પણ વાતની સચ્ચાઈ પ્રસ્થાપિત કરવા આપણે વિશ્વાસપૂર્વક કહીએ છીએ કે ‘મેં નજરે જોયું છે.’ ‘મેં પોતે અનુભવ્યું છે ને!' કિંતુ, હકીકત એ છે કે જગતનું યથાર્થ ચિત્ર ઇન્દ્રિયો દ્વારા આપણને મળતું નથી. એટલે શાણા માણસોએ તો કહ્યું જ છે કે, “નજરે દીઠી વાત પણ સાચી નવ કહીએ.” ઇન્દ્રિયો દ્વારા થતું આપણું જગતદર્શન અધૂરું અને વિકૃત હોય છે. ફ્રેન્ચ ખગોળવિદ્ એલેક્ઝાંડર ઔનોફ-Alexander Ananoff આ તથ્યને પ્રતીતિકર રીતે રજૂ કરતાં લખે છે કે,
તારાઓ અને આપણી વચ્ચે રહેલ અફાટ અંતર અને તારાઓમાંથી નીકળતા પ્રકાશને આપણા સુધી પહોંચતાં લાગતા સુદીર્ઘ સમયના કારણે, આપણને આજે તારાનું જે સ્વરૂપ દેખાય છે તે વાસ્તવમાં તો હજારો વર્ષ પૂર્વેનું તેનું સ્વરૂપ હોય છે. આમ એ શકય છે કે આપણે જે તારાને આજે સાક્ષાત્ જોતા હોઈએ તે કયારનોય નાશ પામી ચૂકયો હોય. એ રીતે જોતાં, એમ કહી શકાય કે ખગોળનો અભ્યાસ કરવો એટલે ભૂંસાઈ ચૂકેલા ભૂતકાળના ઇતિહાસનો અભ્યાસ કરવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org