________________
૫૪ | આત્મજ્ઞાન અને સાધનાપથ
તત્ત્વ અને મુક્તિમાર્ગ પરનો વિશ્વાસ ગમે તેવા પ્રબળ વિરોધી તર્કથી અસ્પૃષ્ટ રહી શકે તેવો અચળ બને છે. દેહ અને વ્યક્તિત્વના બાહ્ય પડની ઓથે રહેલ પોતાના અલૌકિક, અવિનાશી, જ્ઞાનમય આનંદસ્વરૂપની પ્રત્યક્ષ અનુભૂતિના પરિણામે મળતી ધન્યતાના કારણે એનું જીવન સ્વસ્થતા, શાંતિ, અને પ્રસન્નતાથી સભર બની રહે છે. પોતાના ચૈતન્યસ્વરૂપનાં દર્શન થતાં એ વ્યક્તિના અંતરમાં વસુધૈવ દુર્વમ્' ની ભાવનાનો ઉદય થાય છે, અને એનો પ્રેમ દેશ, કાળ, જાતિ કે રંગના કોઈ ભેદભાવ વિના સર્વ પ્રત્યે વહે છે. કારણ કે, તે હવે બાહ્ય આવરણોને વીંધીને સર્વમાં રહેલ ચૈતન્યને જ જુએ છે અને તેનો આદર કરે છે. રૂપ જૂજવાં, પણ “ચાત' એક
અનુભવમાં ઊંડાણ અને ટકાઉપણાનું તારતમ્ય હોય છે. કોઈનો અનુભવ ઊંડો અને વધુ સમય સુધી રહેનારો હોય છે, તો કોઈનો ક્ષણજીવી હોય છે. આત્માનુભવ મળ્યા પછી કોઈના બાહ્ય જીવનમાં જબરું પરિવર્તન આવે છે, તો કોઈનું બાહ્ય જીવન પહેલાંની જેમ જ વધે જતું દેખાય છે. અનુભવ પછી વ્યક્તિનું બાહ્ય જીવન બદલાય કે ન બદલાય, પણ તેનો આંતર પ્રવાહ અવશ્ય પલટાઈ જાય છે; જીવન અને જગત પ્રત્યેની તેની દષ્ટિમાં તો ધરમૂળનું પરિવર્તન આવે જ છે. આ સ્થિતિનો સંકેત કરતાં સંત કબીરે ગાયું છે કે ‘બાહર ભેદ ન જાનઇ, ભીતર ચકનાચૂર’– બહાર ભલે કોઈને ખબર ન પડે, પણ અંદર તો એક મૂળભૂત પરિવર્તન થઈ ગયું. ક્ષણિક અનુભવ પણ એની છાપ વ્યક્તિના માનસ ઉપર અચૂક મૂકી જાય છે – જાણે પોતાને નવો જ જન્મ પ્રાપ્ત થયો હોય એવો તફાવત વ્યક્તિ પોતાની પહેલાંની અને પછીની દષ્ટિમાં અનુભવે છે.
આ અનુભવ ધ્યાન વખતે જ પ્રાપ્ત થાય એવું નથી; એમ પણ બને કે કોઈ ભવ્ય દૃશ્ય, દયસ્પર્શી કાવ્ય, ઉચ્ચ સંગીત કે જ્ઞાનીઓના કોઈ વચનને વાગોળતાં વાગોળતાં ચિત્ત સ્તબ્ધ થઈ જાય, દેહનું ભાન જતું રહે અને આત્મજ્યોત ઝળહળી ઊઠે. એવું પણ બને છે કે માણસ કોઈ મોટી આપત્તિમાં સપડાયો હોય-નિરાશા, વિષાદ અને ઉદાસીનતા એને ઘેરી વળ્યાં હોય–તે દરમ્યાન આ અનુભવ અચાનક આવે; એકાએક નિરાશા, વિષાદ, ઉદાસીનતા વગેરે બધું સરી પડે અને પોતાની પરિસ્થિતિનો એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org