________________
અનુભવ : જીવન્મુક્તિનો અરુણોદય/૫૩ જાય છે; તથા પરમાત્મા સાથેના પોતાના અભેદસંબંધનું ભાન થાય છે અર્થાત્ એને વિશ્વાસ થઈ જાય છે કે પરમાત્માની અક્ષય સત્તા, અખંડ આનંદ અને અનંત જ્ઞાન ખુદ પોતાની અંદર ભર્યાં પડયાં છે. તેથી, અનુભવ મેળવી ચૂકેલી વ્યક્તિના અંતરના ઊંડાણમાં, પ્રતિકૂળ દેખાતા બાહ્ય સંયોગોમાં પણ, પ્રસન્નતાનો એક શાંત પ્રવાહ વહેતો રહે છે– એની ચેતનાના ઉપલા થરોમાં ભલે ક્ષોભની થોડી લહેરો આવી જતી હોય તોય. અમાસની રાતે ઘનઘોર અંધારામાં, અજાણી ભોમકામાં, શંકા-કુશંકાથી ઘેરાયેલો મુસાફર ડગમગતાં પગલાં માંડી રહ્યો હોય, ત્યાં અચાનક વીજળી ઝબૂકે ને મુસાફરને પોતાની સામે આગળનો માર્ગ દેખાઈ જાય, ત્યારે તેને કેટલું આશ્વાસન મળે છે! પછી એનાં પગલાં કેવા વિશ્વાસથી પડે છે! માર્ગ એટલો ને એટલો કાપવાનો બાકી છે, છતાં મુસાફર હવે નિશ્ચિત બને છે, તેમ આધ્યાત્મિક પથનો યાત્રિક પણ આત્મદર્શન પછી સ્વસ્થતા અને નિશ્ચિતતા અનુભવે છે, અને આગળનો પથ વિશ્વાસપૂર્વક કાપી શકે છે. આત્માનુભવ પહેલાંનાં ભય, ગભરાટ, અનિશ્ચિતતા, આશંકા એના ચિત્તમાંથી વિદાય લે છે.
અનુભવપ્રાપ્તિ પહેલાંની દૃષ્ટિ અને એ પછીની દૃષ્ટિમાં આકાશપાતાળનું અંતર પડતું હોવાથી જ એ પહેલાંની દૃષ્ટિ અનુભવની ભૂમિકાએ ખોટી-મિથ્યા જણાય છે. અનુભવ મળતાં આત્માના શાશ્વત અસ્તિત્વની એવી દૃઢ પ્રતીતિ થઈ જાય છે કે મુત્યુનો ભય એ પછી એ ‘વ્યક્તિ’ને કદી સ્પર્શતો નથી. એ પછી જીવનમાં પણ ‘પોતે સુરક્ષિત છે' એવો માનસિક અનુભવ તે કરે છે. પુદ્ગલકૃત ક્ષણભંગુર અવસ્થાઓ, બાહ્ય પરિસ્થિતિ અને સંયોગોમાં આવતા અનિવાર્ય પરિવર્તનથી એ ‘વ્યક્તિ’ વધુ પડતી ચિંતિત નથી થતી કે નથી અનુભવતી બાહ્ય ઊણપથી દીનતા; કારણ કે એને, પરથી નિરપેક્ષ, પોતાના આંતરવૈભવની પ્રતીતિ હોય છે. એ જ રીતે, આત્માના નિરુપાધિક, નિરતિશય આનંદનો પ્રત્યક્ષ અનુભવ મળતાં, તેનો વિષયસુખનો ભ્રમ પણ ભાંગી જાય છે; અને સ્વરૂપમાં સ્થિર થવાનું અદમ્ય આકર્ષણ જાગી ઊઠે છે. તેના અંતરમાં યથાર્થ શ્રદ્ધા આકાર લે છે; આત્મ
श्रुत्वा मत्वा मुहुः स्मृत्वा, साक्षादनुभवन्ति ये । तत्त्वं न बन्धधीस्तेषामात्माऽबन्धः प्रकाशते ।। १७७ ।।
Jain Education International
—
અધ્યાત્મસાર, આત્મનિશ્ચયાધિકાર.
For Private & Personal Use Only
www.jainelibrary.org