________________
પર | આત્મજ્ઞાન અને સાધનાપથ
એનાથી આવતું મૂલ્યપરિવર્તન
બહુધા પ્રારંભિક અનુભવ થોડી પળોનો જ હોય છે – જાણે વીજની માફક એક ક્ષણમાં પરમાત્માનાં દર્શન’ થાય છે અને એમ જ તે અલોપ થઈ જાય છે. પણ એ થોડી પળો વ્યક્તિના માનસિક વલણમાં ક્રાન્તિ આણી દે છે. “અંશે હોય ઈહાં અવિનાશી, પુદ્ગલાલ તમાસી” આ ઉક્તિમાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ અનુભવવાળી વ્યક્તિનું ચિત્ર આબાદ ઉપસાવે છે. કોઈ ભયાનક સ્વપ્નમાં ભયભીત બનેલ ઊંઘતી વ્યક્તિની માનસિક અવસ્થા અને ઊંઘમાંથી જાગી જતાં હળવાશ અનુભવતી તે વ્યક્તિની માનસિક અવસ્થા વચ્ચે જેવું અંતર છે, તેવું જ અંતર અનુભવ પ્રાપ્ત કરનાર વ્યક્તિની અનુભવ પૂર્વેની અને પછીની માનસિક સ્થિતિ વચ્ચે પડી જાય છે. ઊંઘમાંથી જાગી જનારને સ્વપ્નની સૃષ્ટિ એ માત્ર માનસિક ભ્રમણી હતી એ જ્ઞાન થઈ જાય છે, અને, એ થતાં, એને મન સ્વપ્નના બનાવોનું કોઈ મહત્ત્વ રહેતું નથી; તેમ આત્માના જ્ઞાન-આનંદમય શાશ્વત સ્વરૂપની સ્વાનુભવસિદ્ધ પ્રતીતિ મળતાં ભવભ્રમણા ભાંગે છે, અને બાહ્ય જગત સ્વપ્ન જેવું નિસાર સમજાય છે.
રાત્રિના અંધકારમાં દોરડું સર્ષ મનાઈ જાય છે, તો એ દોરડું પણ તે વ્યક્તિના ચિત્તમાં ભય જન્માવે છે. આ સ્થાનમાં સર્પનો ભય નથી’ વગેરે સમજાવટથી એ ભય નિર્મળ નથી થતો, પણ ટોર્ચ લાવીને એ ‘સર્પ’ ઉપર ધરતાં જ દોરડું દેખાય છે અને ભય ગાયબ થઈ જાય છે. તેમ ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ અનુભવાતા ભવભ્રમમાં થતી સત્યતાની બુદ્ધિ બહોળા શ્રુતજ્ઞાનથી પણ ખસતી નથી, કિંતુ અનુભવની નિર્મળ જ્ઞાનજ્યોતિમાં આત્માનું અબદ્ધ-શુદ્ધ આનંદસ્વરૂપ પ્રત્યક્ષ ‘જોવા’ મળતાં એ ભ્રમ ભાંગી જાય છે અને જાગૃત અવસ્થામાં અનુભવાતા જગતનું સાચું મૂલ્ય સમજાઈ ૧૬. શુદ્ઘનિશ્ચયતસ્વાત્મ વો વશંવયા
भयकम्पादिकं किन्तु, रज्जावहिमतेरिव ।।१७२।। दृढाज्ञानमयी शंकामेनामपनिनीषवः । अध्यात्मशास्त्रमिच्छन्ति, श्रोतुं वैराग्यकांक्षिणः ॥१७४।। दिशः प्रदर्शक शाखाचन्द्रन्यायेन तत्पुनः । प्रत्यक्षविषयां शंकां न हि हन्ति परोक्षधीः ।।१७५।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org