________________
અનુભવ : જીવન્મુક્તિનો અરુણોદય ૫૫
નિર્લેપ સાક્ષી બની રહે! જન્માંતરની સાધનાના સંસ્કારો જાગી જતાં, કોઈને આ જીવનના કોઈ પ્રયત્ન કે કશી જ પૂર્વતૈયારી કે કોઈ બાહ્ય નિમિત્ત વિના પણ તવદર્શન લાધે છે. કોઈ વાર તો, જેનું બાહ્ય જીવન પાપ અને અનાચારના માર્ગે વળેલું હોય એવી વ્યક્તિને પણ, આ રીતે,
ઓચિંતો આત્માનુભવ સાંપડે છે અને એના જીવનની દિશા તદ્દન નવો જ વળાંક લે છે; ને રીઢા ગુનેગારમાંથી મહાન સંત સર્જાય છે. | ગમે તે રીતે અનુભવ મળ્યો હોય, પણ બધા “અનુભવીઓ'ની ન્યાત એક જ છે. દેશ, કાળ અને માનવે સર્જેલા જાતિ, રંગ કે મત-પંથના બાહ્ય ભેદોને વીંધીને તેઓ એકબીજાના અનુભવની ભાષા ઓળખી લે છે. કોઈ ઉચ્ચ શિખર ઉપર પહોંચવા માટે, તળેટીએથી ભિન્ન ભિન્ન માર્ગ ઉપર ચડવા માંડેલા યાત્રિકો (દા. ત., કદંબગિરિ તરફથી, ઘેટીની પાળેથી કે પાલીતાણા બાજુની તળેટીએથી સિદ્ધગિરિ ઉપર ચડનારાઓ) જેમ જેમ ઉપર જાય છે તેમ તેમ એકબીજાની નજીક આવતા જાય છે, અને છેક ટોચે પહોંચતાં તો સૌ એક જ સ્થળે આવીને મળે છે; એવું જ અહીં બને છે. જેમને જેમને આત્મતત્વનો અપરોક્ષ અનુભવ મળે છે, તેમનામાં એક મૂળભૂત સાધર્મ આવી જાય છે.
પોતાની તાત્ત્વિક સત્તા દેહથી અને જગતથી પર છે અને એ સત્તામાં કરવું એ જ મુક્તિ છે, એ વાત દરેક ‘અનુભવીના અંતરમાં વસી ગઈ હોય છે.
એ જાત અનુભવના આધારે, પરિભાષાના ભેદને વીંધીને, તેઓ એકબીજાનાં મંતવ્યોમાં રહેલ સામ્ય પારખી શકે છે. આથી કોઈ અદશ્ય તંતુ એમની વચ્ચે બંધુભાવની ગાંઠ બાંધી દે છે. પોતાની સ્વાયત્ત સત્તાના અનુભવના પરિણામે પ્રાપ્ત થયેલ નવી જીવનદષ્ટિની છાયા એમના સમગ્ર
* આ પ્રકારનું એક પ્રસિદ્ધ ઉદાહરણ અરુણાચલ (તિરુવન્નુમલાઈ, દક્ષિણ
ભારત)ના આત્મનિષ્ઠ સંત શ્રી રમણ મહર્ષિનું છે. એ અસાધારણ અનુભૂતિ
એમને અચાનક જ કઈ રીતે મળી તે આપણે પૂર્વે જોઈ ગયા છીએ. ૧૭. ગન્માન્તિ રસાત્ સ્વયમેવ ૦િ પ્રકાશને તત્ત્વમ્. सुप्तोत्थितस्य पूर्वप्रत्ययवन्निरुपदेशमपि ।
– યોગશાસ્ત્ર, પ્રકાશ ૧૨, શ્લોક ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org