________________
૨૪૬ આત્મજ્ઞાન અને સાધનાપથ
જેમ તમારા ધ્યાનક્ષેત્રની સીમા બહાર ઉડયા કરતા હોય અને તમારું સઘળું ધ્યાન નસકોરાના અગ્રભાગે હોઠ પરના એક નાનકડા સ્થાન પર (કે પેટના સ્નાયુના એક નાના ટપકા જેટલા ભાગ પર) કેન્દ્રિત છે‘અંદર’...‘બહાર’, અથવા ‘ઊંચે’...‘નીચે’. શ્વાસોચ્છ્વાસની સાથે થતી રહેતી એ ક્રિયા હવે સીધી સાદી એક અવિભાજ્ય ક્રિયા નથી રહી જતી. એ ક્રિયા એટલી બધી જટિલ બની જાય છે કે દૂરથી એક રેખા જેવી ભાસતી એ જાણે કીડીઓની હાર ચાલી રહી હોય – રફ...ર..... અને પછી ફ........... સેંકડો, હજારો ક્ષણોની હાર પસાર થાય છે ત્યારે એક શ્વાસ લીધાનો અનુભવ થાય છે.
આ રીતે, સૂક્ષ્મતર થતા જતા શ્વાસોચ્છ્વાસને જોતાં રહી તમે આગળ વધતા રહો છો ત્યારે, પાલી પરિભાષામાં જેને ‘નામ’ અને ‘રૂપ’ કહે છે-બાહ્ય દૃશ્ય વસ્તુ (‘રૂપ’) અને, તેને જોનાર અનુભવનારું ચિત્ત (નામ) – એ બે સાવ અલગ અનુભવાય છે. જોવાની, સાંભળવાની, સૂંઘવાની વગેરે ક્રિયા એક ક્રિયારૂપે નથી અનુભવાતી પણ તેના બે અંશ જુદા જુદા અનુભવમાં આવે છે બાહ્ય વિષય સામે આવે છે અને, તમારું ચિત્ત જાણે આવીને તેને પકડે છે ને તેને કંઈક નામ આપે છે. આમ, તમે જુઓ અનુભવો છો કે કેવી રીતે તમારું ચિત્ત જ આ દશ્ય સૃષ્ટિનું સર્જન કરી રહ્યું છે. આ કેવળ બૌદ્ધિક જ્ઞાન નથી હોતું, પણ તમે એ અનુભવી રહ્યા હો છો. પછી, તમે એ પણ જુઓ અનુભવો છો કે દરેક વસ્તુ, જે પહેલાં તમને ઘન અને સ્થિર ભાસતી હતી તે હવે ક્ષણે ક્ષણે નષ્ટ થતી રહે છે અદશ્ય થતી રહે છે અને તેનું સ્થાન તેની નવી નવી પ્રતિકૃતિ લેતી રહે છે. ધીમી ગતિએ પ્રક્ષેપિત કરાતા ચલચિત્ર–આર.પી. એમ. ઘટાડી દીધેલી movie film મુવી ફિલ્મ જોતા હોઈએ તેવું એ અનુભવાય છે— કોઈ સળંગ ક્રિયાને બદલે, જાણે એક એક ચિત્ર પડદા પર જુદું ઉપસતું જતું હોય અને નવું તેનું સ્થાન લેતું જતું હોય. તમારો જ્ઞાનોપયોગ–awareness – સૂક્ષ્મ, સૂક્ષ્મતર થતો જાય છે, ને સ્થળકાળની જે પાળો આદતવશ પૂર્વસંસ્કારવશ તમે બાંધી રાખી હોય છે તે તૂટતી ભાસે છે. સમયનું તમારું એકમ નાનું અને નાનું થતું ચાલે છે. આ બધો પ્રતાપ શ્વાસોચ્છ્વાસ જોતાં રહી તમે સાધેલી ચિત્તની એકાગ્રતાનો છે. તમારું ચિત્ત જાણે લેસર કિરણ જેવું તીક્ષ્ણ ધારદાર બની જાય છે, તે તેની સામેના વિષયના આભાસને વીંધતું વીંધતું તેના સત્ય સ્વરૂપ સુધી પહોંચી જાય છે.
Jain Education International
—
For Private & Personal Use Only
www.jainelibrary.org