________________
સાધન-નિકા૨૪૭ તમારા પ્રત્યેક વિચારને તમે ઊઠતો અને આથમતો જોઈ અનુભવી શકો છો. વિચારની એક સળંગ ક્રિયાને બદલે વિચાર ઊઠે છે, ને શમી જાય છે ને બીજો વિચાર તેનું સ્થાન લે છે– એ આખી વિચાર-પ્રક્રિયા તમે જોઈ અનુભવી શકો છો! આંખના એક પલકારામાં ચિત્તમાં અબજ – ‘શતકોટિ સહસ્ત્ર’ – trillions વિકલ્પ જન્મે છે અને આથમે છે. આટલા વેગથી ચિત્તમાં વિકલ્પ-વિચારની વણજાર ચાલતી રહે છે, પણ સામાન્યત: આપણું ચિત્ત પ્રત્યેક વિકલ્પ-વિચારને છૂટા અનુભવી શકે એટલું સતેજ સૂક્ષ્મ નથી હોતું. સામાન્યત: આપણું ચિત્ત એક દશાંશ સેકંડથી નાના એકમને જુદું પાડી શકતું નથી. આથી, દશ્ય વસ્તુ આપણને સ્થિર અને ઘન ભાસે છે. સાધના દ્વારા ચિત્ત અત્યંત સજગ સૂક્ષ્મ બનતાં, એ પ્રત્યેક વિચારને જુદો અનુભવે છે, ત્યારે કોઈ દશ્ય વસ્તુ સ્થિત ન રહેતાં, પ્રતિક્ષણ ઉત્પત્તિ-વિનાશમય ‘દેખાય’/અનુભવાય છે. ઇશુએ કહેલું : “Look, I am making everything New' – સાધક તેનો જાણે અહીં અનુભવ કરતો હોય છે. પ્રતિક્ષણ બધું બદલાતું બધું નષ્ટ થતું અનુભવાય છે, કશું સ્થિર નથી રહેતું. આ અનુભવની સાથે સાધકને અત્યંત ભયની લાગણી થાય છે– તીવ્ર નિર્વેદ જાગે છે, આવા ક્ષણભંગુર ભવમાંથી મુક્ત થવાની અદમ અભીપ્સા તેના અંતરમાં જાગી ઊઠે છે. સાધના આગળ વધતાં, એક ક્ષણે, અચાનક, બે વિકલ્પની વચ્ચે જે ગાળો રહે છે તે અલગ પડી જાય છે–એક વિકલ્પ સમાપ્ત થયો અને બીજો હજુ ઊડ્યો નથી – એ અવસ્થાનો તમને અનુભવ થાય છે. તમે નિર્વાણનો આસ્વાદ પામો છો. સાકારમાંથી તમે નિરાકારમાં બધા જ આકાર જેમાંથી જન્મે છે તેમાં પ્રવેશો છો. એ ઘડીએ પરમાત્મા સાથે તમે એકય અનુભવો છો – તમે બે જુદા નથી રહેતા.
આ બધું શક્ય બન્યું–ધિપૂર્વકના શ્વાસના નિરીક્ષણ વડે. ખૂબ જ રસપ્રદ છે એ. મને તો રસપ્રદ લાગે છે. ને, તમને પણ ચેતવી દઉં : એકવાર એનો સ્વાદ માણશો તો તમે એના બંધાણી થઈ જવાના એ નક્કી. તમને જયારે ખરેખર સમજાય છે– બોધ થાય છે કે “ર્ય એ આત્મવર્યનું દ્વાર છે અને પરમ સત્ય જ્ઞાથી ખરડાયા વિનાના ચિત્તની જ પ્રતીક્ષા કરી રહ્યું છે ત્યારે એ ધૈર્ય માટેની તમારી ઝંખના પ્રબળ બની જશે.
* Miloral : Ram Dass & Hanuman Foundation Tape Library,
Box 2320, Delray Beach, FLORIDA 33447, U.S.A
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org