________________
૨૪૮ | આત્મજ્ઞાન અને સાધનાપથ
આત્મદર્શનની ચટપટી જેને લાગી હોય છે તે, કોઈ શોધખોળના અંતિમ તબક્કાના પ્રયોગમાં તલ્લીન બનેલો વૈજ્ઞાનિક જે રીતે એ પ્રયોગ સાથે સંબંધ ન ધરાવતી અન્ય કોઈ બાબત પ્રત્યે લક્ષ આપવાનો ઇન્કાર કરી દે છે તે રીતે, સમત્વના વિકાસ અને ચિત્તજય સાથે સંબંધ ન ધરાવતી અન્ય સર્વ પ્રવૃત્તિ પ્રત્યે સ્વયે ઉદાસીન બની જાય છે.
આત્મદર્શનની અભીપ્સા જેટલી ઉત્કટ તેટલી આ ઉદાસીનતા અધિક. પેટમાં શૂળ ઊપડયું હોય, દાઢમાં અસહ્ય પીડા થતી હોય કે હાર્ટએટેક'દયરોગનો ઓચિંતો હુમલો–થયો હોય ત્યારે માણસ તત્ક્ષણ રાહત ઝંખે છે અને તે માટે તે, બધાં કામ પડતાં મૂકી, દાક્તર પાસે દોડી જાય છે કે મોટી ફી ખર્ચીને પણ તાબડતોબ દાક્તરને પોતાના ઘરઆંગણે બોલાવે છેએક ક્ષણનો પણ વિલંબ એનાથી સહેવાતો નથી. આવા દર્દી એમ નથી વિચારતો કે કોઈ દિવસ એ તરફ જવાનું થશે ત્યારે દાક્તરને બતાવી દઈશ. પણ થોડો દુખાવો કે ઝીણું ઝીણું દર્દ હોય ત્યારે માણસ વિચારે છે કે સવારે પેઢીએ (કે ઑફિસે) જતાં રસ્તામાં દાક્તરને બતાવતો જઈશ; તેમ આત્મદર્શનનો તીવ્ર તલસાટ જાગ્યો ન હોય ત્યાં સુધી જ સાધનામાં વિક્ષેપરૂપ અન્ય પ્રવૃત્તિમાં માણસ રસ લઈ શકે છે. આત્મદર્શનની ઝંખના ઉત્કટ બને છે ત્યારે સંસારની સર્વ શીતળતા તેને તાપદાયી લાગે છે, સર્વ મધુરતા કડવી ભાસે છે, અને આત્માના સ્વાધીન-નિરુપાધિકનિરવધિ આનંદનો આસ્વાદ લેવા એના પ્રાણ એવા તલસે છે કે આત્મસાધના સિવાયની અન્ય કોઈ પ્રવૃત્તિમાં તેને રસ રહેતો નથી; અને સાધના અર્થે સહેવું પડતું કોઈ કષ્ટ તેને કષ્ટ લાગતું નથી.
એકાંતવાસ અને મીનસાધના/સમાજની સેવા કે અપરાધ?
અહીં સાધક સમક્ષ એ પ્રશ્ન આવે કે, “શું લોકોપકાર અને શાસનપ્રભાવનાની પ્રવૃત્તિઓથી સાવ અળગા રહી એકાંતમાં કેવળ આત્મસાધનામાં જ નિમગ્ન થવું એમાં કર્તવ્યવિમુખતા નથી? તે ભલે ભિક્ષા માગીને ખાય, પણ તેને ખાવું તો પડે જ છે, અને જીવનની અન્ય જરૂરિયાતો પણ તે સમાજ પાસેથી સ્વીકારે છે, તો જે સમાજના શ્રદ્ધાભક્તિભર્યા સહકારથી તેની સંયમયાત્રા નિર્વિને નભે છે, તે સમાજને તેણે કંઈક ને કંઈક આપવું શું અનિવાર્ય નથી?' પ્રથમ નજરે આ દલીલ કોઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org