________________
સાધન-નિકા ૨૪૯
કદાચ યથાર્થ જણાય, પરંતુ જરા ઊંડો વિચાર કરતાં સમજાશે કે એ તર્ક ભ્રામક છે. એવું નથી કે એકાંતવાસ અને મૌનસાધનાનું તે વ્યક્તિ પૂરતું જ મૂલ્ય છે, સમષ્ટિનું હિત પણ એમાંથી નિષ્પન્ન થાય છે.
આજે મોટાં ઔદ્યોગિક સાહસો, વેપારી પેઢીઓ, સરકારી ખાતાંઓ, શિક્ષણ સંસ્થાઓ પોતાના અધિકારીઓને અને કર્મચારીઓને કોઈ વિશિષ્ટ કૌશલની પ્રાપિત અર્થે ખાસ પ્રકારની તાલીમ લેવા, કે તેમણે પૂર્વે મેળવેલું કૌશલ બદલાતી પરિસ્થિતિ અને નવા પડકારોને પહોંચી વળે એવી ક્ષમતા પ્રાપ્ત કરે તે માટેના ટૂંકા ગાળાના અભ્યાસક્રમોમાં-રેફ્રેશર કોર્સમાં– સંસ્થાના ખર્ચે મોકલે છે. તાલીમના સમયગાળામાં એ તાલીમાર્થી સંસ્થાનું કશું કામ કરતો ન હોવા છતાં, તે તે સંસ્થા એનો ખર્ચ ભોગવે છે અને, એ સમયનો પગાર પણ તે તાલીમાર્થીઓને આપે છે. શા માટે? કારણ સ્પષ્ટ છે : એ તાલીમ દ્વારા કોઈ વિશિષ્ટ કૌશલ ભલે તે તે અધિકારી / કર્મચારી જ મેળવતા હોય પણ એમણે પ્રાપ્ત કરેલા એ કૌશલનો નિપુણતાનો લાભ સરવાળે એમની સંસ્થાને મળે છે. તે જ પ્રમાણે, એકાંત-મૅન સાધનાના કાળ દરમ્યાન સાધક સમાજથી અળગો રહેતો હોવા છતાં, એની સાધનાનાં મધુર ફળોનો લાભ અંતે સમાજ પામે જ છે.
બચપણથી જ ઢોર ચરાવવા લઈ જવાં વગેરે કામકાજમાં પિતાને મદદરૂપ થવા નિશાળનો ઉંબરો ન ચઢનાર ભરવાડનો પુત્ર અને કુટુંબથી દૂર વસી યુવાન વય સુધી અધ્યયનમાં રત રહી દાક્તર થનાર યુવક-એ બેમાંથી સ્વ-પરને વધારે ઉપકારક કોણ થઈ શકે? સ્કૂલ કે કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓ સમાજને કંઈ આપે છે? અભ્યાસકાળ દરમ્યાન વિદ્યાર્થી અને સંશોધનકાર્યમાં ખોવાયેલો રહેતો વૈજ્ઞાનિક એ ગાળા દરમ્યાન સમાજને આપતાં કશું જ નથી, સમાજ પાસેથી લે જ છે. તેમ સાધનાકાળ દરમ્યાન એકાંતવાસમાં રહેલા મૌન સાધક પાસેથી સમાજને કંઈ મળતું ન દેખાય, પણ સરવાળે એમનાથી સમાજ સમૃદ્ધ બને છે.
પોતાના કાર્યમાં બહારની ડખલ ન રહે તે માટે જેમ વિદ્યાર્થી, વૈજ્ઞાનિક, કવિ, લેખક કે કલાકાર શાંત, નીરવ સ્થાન ઇચ્છે છે તેમ આધ્યાત્મિક સાધક પણ સઘન સાધનાના કાળમાં બહારથી આવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org