________________
૨૫૦ | આત્મજ્ઞાન અને સાધનાપથ વિક્ષેપોથી દૂર રહી આત્મામાં વધુ ને વધુ નિમગ્ન થવા કાજે આવી અપેક્ષા રાખે તેમાં ખોટું શું છે? “સમાજ વચ્ચે રહીને જ સાધકે પોતાની સાધનામાં વિકાસ સાધવો જોઈએ' એવો આગ્રહ રાખવો કે તેના એકાંતવાસને ‘પલાયનવૃત્તિ’ કે ‘અકર્મણ્યતા'ના લેબલથી નવાજવો એમાં બુદ્ધિની પ્રૌઢતા નહિ પણ પૂર્વગ્રહબદ્ધતા છતી થાય છે. એ ખરું કે એકાંતવાસમાં સાધકે કરેલી પ્રાપ્તિની કસોટી તો તે સમાજ વચ્ચે આવીને વસે ત્યારે જ થાય. પણ જેમ મોટરગાડી લોકોની ભીડ અને ટ્રાફિકની અવરજવરવાળા માર્ગ ઉપર દોડાવવાની હોવા છતાં, ‘સ્ટીઅરીંગ વહીલ’ ઉપર પૂરતો કાબૂ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી, અકસ્માતથી બચવા, પ્રારંભિક અભ્યાસી અવરજવર વિનાનો માર્ગ કે નિર્જન મેદાન પસંદ કરે છે; તેમ જનસંપર્કના કારણે સાધનામાં ઊભા થતા વિક્ષેપો અને વિનો ટાળવા માટે, સઘન સાધનાના કાળમાં સાધકનો એકાંતવાસ અને મૌન આવકાર્ય જ છે.
આજે આપણે જાણીએ છીએ કે પ્રત્યેક વ્યક્તિની આસપાસ તેની ઊર્જાનું વલયaura (ઑરા) હોય છે અને તે ક્યાંથી પસાર થાય છે તે માર્ગ પર પણ તેના પરમાણુઓ તેના પસાર થઈ ગયા પછીયે કલાકો સુધી રહે છે- જેના આધારે કૂતરાં ગુનેગારના સગડ મેળવી આપે છે, અર્થાત્ આપણે જ્યારે લોકોના સંપર્કમાં આવીએ છીએ ત્યારે તેમના સારા-માઠા અદશ્ય ઊર્જવલયના અને તેમાંથી વિકિરિત અદશ્ય પરમાણુઓના અને તરંગોના સંસર્ગમાં પણ આવીએ છીએ. તાજેતરમાં જ પ્રકાશિત ‘વિજ્ઞાન-અધ્યાત્મને માર્ગે'* માં તેના લેખક ડૉ. બી. જી. નાયક નોંધે છે કે –
વિશ્વકિરણોનાં સંશોધનો માટેના સાધનને પૃથ્વીના પેટાળમાં રાખવામાં આવ્યું હતું, જેથી તે બીજાં સૂક્ષ્મ કિરણોથી વિક્ષુબ્ધ ન બની જાય. તે જ રીતે, તપસ્વીઓ સાધના માટે પર્વતની ગુફા પસંદ કરે તે બિલકુલ વિજ્ઞાન સંમત ઘટના છે..... બ્રહ્મની ઓળખાણ કરવા માટે શુદ્ધ મન જરૂરી સાધન છે. શુદ્ધ એટલે વિચાર-વૃત્તિનાં આંદોલનો વગરનું અને કોઈ પણ જાતના વિક્ષોભ વગરનું મન. સૂક્ષ્મથીયે સૂક્ષ્મને પામવાનું હોવાથી, ભૌતિક જગતનાં સૂક્ષ્મ આંદોલનોથી પણ જે વિષુબ્ધ ન થયું હોય એવું મન જ સાચું દર્શન કરી શકે.
* પ્રકાશક : ગ્રંથનિકેતન, મહાત્મા ગાંધી માર્ગ, વલસાડ-૩૯૬૦૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org