________________
સાધન-નિષ્ઠા | ૨૫૧
એકાંતવાસનો સમય દરેક સાધકની વ્યક્તિગત જરૂરિયાત અનુસાર જુદો જુદો હોઈ શકે. એનો આધાર સાધકનાં સંસ્કાર, પૂર્વતૈયારી, સાધનાની તીવ્રતા વગેરે ઉપર રહે છે. કોઈને માટે બે અઠવાડિયાં પૂરતાં હોય, તો કોઈને બાર અઠવાડિયાં જોઈએ, અને કોઈને બાર વર્ષ પણ ઓછાં પડે. પણ સમાજજીવનના પ્રવાહોમાં સીધો કશો જ ભાગ ન લેતાં, વર્ષો સુધી પોતાના પ્રયોગોમાં વ્યસ્ત રહેતો વૈજ્ઞાનિક જેમ એક દિવસ કોઈ નવી શોધ સમાજને ચરણે ધરે છે તેમ, પોતાની સાધના પરિપક્વ થતાં આધ્યાત્મિક સાધક સમાજની વચ્ચે આવે છે ત્યારે, એકાંતવાસમાં તેણે જે પ્રાપ્ત કર્યું હોય છે તેની લહાણી સમાજમાં કરે છે. સંસારના સર્વ દુ:ખસંતાપના મૂળનું અને તેના નિવારણના ઉપાયનું અને લાધેલું નિર્ભ્રાન્ત દર્શન અને તેના અંતરમાં જાગેલી કરુણા દુ:ખ-સંતપ્ત સમાજની વચ્ચે તેને નિષ્ક્રિય રહેવા દેતાં નથી.
આત્મજ્ઞ સંતોનું અસ્તિત્વ પણ જગતને ઉપકારક
એકાંતવાસમાં તેની સાધનાને પકાવી-વૈરાગ્ય, સમત્વ અને અંતમુખતાને દઢ કરી-અંત:સ્થ પરમાત્માનો જીવંત સંસ્પર્શ પામીને સમાજની વચ્ચે આવતા એ નિર્મમ, નિર્વેર અને નિર્ભય સંતનો સહવાસ સમાજને વ્યક્ત કે અવ્યક્તપણે અત્યંત લાભદાયી પૂરવાર થાય છે. એ ઉપદેશની ઝડીઓ ન વરસાવે તોયે એનાં નિર્મળ નેત્રો સામી વ્યક્તિમાં ધર્મભાવના પ્રેરે છે. એની દષ્ટિ સહવાસમાં આવનારના હૃદયને ઢંઢોળીને, આત્માની ભાષા દ્વારા, વિષયસુખની ભ્રામકતા અને સંસારની અસારતા મૌનપણે સમજાવી દે છે. એનો એક સ્પર્શમાત્ર સહવાસમાં આવનારની જીવનદષ્ટિ ધરમૂળથી બદલી નાખે છે. સંસારના તાપથી દાઝેલા દુ:ખી જીવો ઘડીભર એના સાંનિધ્યમાં બેસવામાત્રથી શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત કરે છે. મુમુક્ષુઓને, સ્વાનુભવના આધારે, ગચ્છ-મત-પંથના વિવાદથી પર સ્વચ્છ સાધનામાર્ગ ચીંધીને અને સમાજમાં સ્વસ્થ આધ્યાત્મિક મૂલ્યોની પ્રતિષ્ઠા કરીને, સમાજ-જીવનમાં તે શુદ્ધ ધર્મની મહેંક મૌનપણે પ્રસરાવે છે.
જેની અંદર જયોત પ્રગટી ઊઠી હોય તેવા એક નાનકડા દીવાનુંયે તેજ તેની આજુબાજુના અંધકારને ઓગાળી દે છે તેમ એક પ્રબુદ્ધ વ્યક્તિના હૃદયમાં પ્રકાશી ઊઠેલી આત્મજ્યોત, કશા શોરબકોર વિના, બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org