SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ આત્મજ્ઞાન અને સાધનાપથ વ્યક્તિઓના મોહાંધકારને ઓગાળી નાખે છે. આમ, આત્મનિષ્ઠ સંતના સહવાસ માત્રથી જગત લાભ પામે છે. સહવાસ તો દૂર, એવી વ્યક્તિનું આ ધરતીના પટ પર અસ્તિત્વ હોવું એ પણ સૌને માટે ઉપકારક છેકેવળ એમના અંતેવાસીઓ કે ભક્તોને જ નહિ પણ સમસ્ત માનવજાતને તે લાભપ્રદ બની રહે છે. વર્તમાન કાળે પણ આત્મજ્ઞ વ્યક્તિ આ ધરતી પર શ્વાસ લઈ રહી છે એ હકીકત જ મુમુક્ષુના હૈયામાં હામ પૂરે છે કે વર્તમાનમાં પણ એવી ઉન્નત આધ્યાત્મિક દશા પ્રાપ્ત થવી શકાય છે. ને એવી વ્યક્તિની હયાતી બાદ પણ, એની જીવનગાથા અનેકાનેક મુમુક્ષુઓ માટે દીવાદાંડી સમી પુરવાર થાય છે. દક્ષિણ ભારત (અરુણાચલ તિરુવન્નુમલાઈ)ના વિશ્વવિખ્યાત સંત રમણ મહર્ષિ આ સદીનું આવું એક અતિ જવલંત ઉદાહરણ છે. આમ, જાતે આત્મામાં પ્રતિષ્ઠિત થવું – એ માટેના પ્રયાસમાં નિમગ્ન રહેવું – એય જગતની મોટી સેવા છે. શ્રેષ્ઠ સેવા EO. “The best way for one to serve the world is to win the egoless state.” * શ્રી વિનોબા ભાવે આ તભને વધુ સ્કૂટતાથી રજૂ કરતાં કહે છે કે, જેનું ચિત્ત વિશ્વાભિમુખ છે, જેના ચિત્તમાં લેશમાત્ર અહંકાર નથી, જે પૂર્ણ શૂન્ય છે, એવી એક પણ વ્યક્તિ દુનિયામાં હોય તો તેનો પ્રભાવ પડી શકે અને જગતના ઉપદ્રવ શમી શકે. 13. If one jnani exists in the world, his influence will be felt by or benefit all people in the world and not simply his immediate disciples. – Sri Raman Maharshi, Day by Day With Bhagavan, Devaraj Mudaliar, 9-3 -46 Morning, p. 145 (Sri Ramanasraman, Tiruvannamalai - 606 603, South India). 97. The sage helps the world merely by being the real self. The best way for one to serve the world is to win the egoless state. — Sri Raman Maharshi, Be As You Are, edited by David Godman, p. 150. (Routledge & Kegan Paul, London). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001331
Book TitleAtmagyan ane Sadhnapath
Original Sutra AuthorN/A
AuthorAmarendravijay
PublisherGyanjyot Foundation Mumbai
Publication Year1990
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy